`ઓછા પૈસે લગ્ન કરવા છે`? સોશિયલ મીડિયા યુઝરના આ યુનિક આઇડિયાથી લોકો થયા ઇમ્પ્રેસ

03 August, 2024 06:41 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Viral Post: યુઝરે જણાવ્યું હતું કે તેનો કઝીન ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. તે છેલ્લા બે વર્ષથી તેના લગ્ન માટે બચત કરી રહ્યો છે, પણ પૂરતા પૈસા જમા થયા નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લગ્ન એ દરેક વ્યક્તિના જીવનનો એક ખાસ ભાગ છે. ઘણી વખત, લોકો આ ક્ષણ માટે તેમના જીવનમાં જમા કરેલા પૈસા ખર્ચી નાખે છે અને કેટલાક લોકોના લગ્નની ભવ્યતા એવી હોય છે કે તેને જોઈ લોકોને ઈર્ષ્યા થાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને માત્ર લગ્ન (Viral Reddit Post) કરવામાં જ રસ હોય છે. લગ્નને ઓછા બજેટમાં રાખવા માટે તેઓ અનેક કાવતરા કરેનો આશરો લે છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે એક વ્યક્તિએ પોતાના લગ્ન ઓછા બજેટમાં રાખવાની નવી રીત જણાવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Viral Reddit Post) પર જોયઅસફૂડી નામના એક યુઝરે r/weddingshaming નામના ગ્રૂપ પર એક પોસ્ટ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે જણાવ્યું હતું કે તેનો કઝીન ટૂંક સમયમાં લગ્ન કરવાનો છે. તે છેલ્લા બે વર્ષથી તેના લગ્ન માટે બચત કરી રહ્યો છે, પરંતુ તેમ છતાં તેની પાસે લગ્ન કરવા માટે પૂરતા પૈસા નથી. તેના કઝીન ભાઈની સ્થિતિનું વધુ વર્ણન કરતાં, તેને લખ્યું કે તે બગીચામાં નાના લગ્ન કરવા ઈચ્છે છે, કારણ કે તેનું બજેટ વધારે નથી. તેણે આ લગ્ન માટે 2 વર્ષ સુધી બચત કરી હતી, તેમ છતાં તેના બધા મિત્રો અને સંબંધીઓને આમંત્રિત કરવા માટે પૂરતી બચત કરી શક્યો નહીં. તેઓ તેમના શહેરથી લગભગ પાંચ કલાક દૂર સ્થિત સ્થળે લગ્ન કરવા જવાના છે.

પોતાના પિતરાઈ ભાઈની લાચારીનો ખુલાસો કરતા વાયરલ પોસ્ટમાં (Viral Reddit Post) લખવામાં આવ્યું છે - મારા કઝીન ભાઈનું લગ્નનું બજેટ ઓછું છે, તેથી તે ફક્ત નજીકના મિત્રો અને પરિવારને જ આમંત્રણ આપવા માગે છે. આ માટે તેને એક નવો આઈડિયા આવ્યો. સામાન્ય રીતે લગ્નના કાર્ડ આમંત્રિતોને મોકલવામાં આવે છે, પણ તેણે ઊલટું કર્યું. તેણે આ લગ્નનું કાર્ડ જેમને લગ્નમાં આમંત્રણ નથી મળ્યું તેમના માટે બનાવ્યું અને તેમાં લખ્યું આ ખાસ દિવસે તમે અમારા દિલમાં છો. કાર્ડ મોકલવાનું એકમાત્ર કારણ એ છે કે તમને જણાવવાનું કે વર અને કન્યાએ પણ તમારા વિશે વિચાર્યું હતું. સંજોગો એવા હતા કે અમે તમને લગ્નનું આમંત્રણ આપી શક્યા નહીં.

Wedding guest setting up for the Wedding & You are not Invited Cards
byu/joyousfoodie inweddingshaming