એક સમયે અંગ્રેજો સામે ખુરસી પર બેસવા માટે સર્ટિફિકેટ લેવું પડતું હતું

19 August, 2024 12:22 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના કુંડાના ધારાસભ્ય રાજાભૈયાએ ગયા વર્ષે ‘ઍક્સ’ પર આ સર્ટિફિકેટ પોસ્ટ કર્યું હતું, પરંતુ સ્વતંત્રતા દિવસથી ફરીથી વાઇરલ થયું છે.

સર્ટિફિકેટ

અત્યારે ખુરસી પર બેસવા, પકડી રાખવા માટે નેતાઓ ન કરવાનું બધું જ કરતા હોય છે, કારણ કે આપણે હવે સ્વતંત્ર થઈ ગયા છીએ. જોકે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે અંગ્રેજો સામે ખુરસી પર બેસવા માટે પણ ‘કુર્સીનશીન’નું પ્રમાણપત્ર લેવું પડતું હતું. અંગ્રેજ સામે ખુરસી પર બેસતાં પહેલાં આ પ્રમાણપત્ર બતાવવું પડતું. ઉત્તર પ્રદેશના કુંડાના ધારાસભ્ય રાજાભૈયાએ ગયા વર્ષે ‘ઍક્સ’ પર આ સર્ટિફિકેટ પોસ્ટ કર્યું હતું, પરંતુ સ્વતંત્રતા દિવસથી ફરીથી વાઇરલ થયું છે.

offbeat news independence day national news social media lucknow