14 October, 2024 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગાય જીભ વડે પ્રેમથી કોબ્રાને ચાટતી
સોશ્યલ મીડિયા પર સાપ અને કોબ્રાના ઘણા વિડિયો ફરતા હોય છે, પરંતુ જ્યારે ગૌમાતાનો કોબ્રા સાથે સામનો થાય ત્યારે આવું દૃશ્ય રચાય એની કદાચ કોઈએ કલ્પના પણ કરી નહીં હોય. ખૂબ ખૂંખાર મિજાજના ગણાતા કિંગ કોબ્રાને પણ ગૌમાતા કન્ફ્યુઝ કરી દેવાની ક્ષમતા ધરાવે છે એવું આ વિડિયો જોઈને લાગે.
એક ખેતરમાં કોબ્રા ફેણ ઊંચી કરીને બેઠો છે અને નજીકમાં ગાય ફરતી-ફરતી આવે છે. ગાયને જોઈને કોબ્રા ફેણ એની તરફ આગળ વધારે છે, પણ ગાય ડરવાને બદલે એની તરફ મોઢું લઈ જાય છે અને જીભથી ચાટવા માંડે છે અને કોબ્રા પાછા પગે હટવા માંડે છે. જોકે ગાય એનો પીછો છોડતી નથી. એ તો જીભ વડે પ્રેમથી કોબ્રાને ચાટતી રહે છે. થોડી વારમાં બન્ને વચ્ચે સહજતા આવી જાય છે.