હાથબનાવટનાં આવાં મસમોટાં ચંપલ ક્યારેય તમે જોયાં નહીં હોય

15 April, 2024 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જણે આ ચંપલ ગ્રેટ ખલી માટે પર્ફેક્ટ છે એમ જણાવ્યું હતું

વાઇરલ વિડિયોની તસવીર

પગરખાંની દુનિયા અનોખી છે. દરેક વ્યક્તિ પ્રસંગ, કામ, શોખ, જરૂરિયાત અનુસાર શૂઝ કે ચંપલની પસંદગી કરતી હોય છે; પણ સોશ્યલ મીડિયા પર જોવા મળેલાં આ ચંપલ તદ્દન અનોખાં છે. આ ચંપલમાં માત્ર પગ નહીં, આખેઆખો માણસ સમાઈ જાય છે. વિડિયોમાં એક ફુટવેર-શૉપમાં વેપારી આ મસમોટાં ચંપલ દર્શાવી રહ્યો છે. તે જણાવે છે કે આ ચંપલ સંપૂર્ણપણે હાથબનાવટનાં છે. આ વિડિયો જોઈને ઘણા યુઝર્સે રસપ્રદ કમેન્ટ્સ કરી હતી. એક જણે આ ચંપલ ગ્રેટ ખલી માટે પર્ફેક્ટ છે એમ જણાવ્યું હતું, તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે ચંપલ પહેરવા માટે હોય છે, સૂવા માટે નહીં.

offbeat videos offbeat news social media viral videos