ફૂલ જેવાં ટ‍્વિન્સ એટલાં તો નાજુક છે ‍કે તેડવાથી પણ તેમને ફ્રૅક્ચર થઈ શકે છે

04 April, 2024 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને બાળકી જન્મી ત્યારે પણ તેમના આખા શરીરમાં સંખ્યાબંધ ફ્રૅક્ચર થયેલાં હતાં.

મરિયમ અને મિયા નામની ટ‍્વિન્સ બહેનો

નાનાં બાળકોની એક્સ્ટ્રા કૅર કરવી પડતી હોય છે, પણ ઇમૅજિન કરો કે હાથ પકવાથી કે તેડવાથી પણ ફ્રૅક્ચર થઈ શકે એમ હોય એવા બાળકના પેરન્ટ્સની શી હાલત થતી હશે. અમેરિકાના ઍટ્લાન્ટા શહેરમાં મરિયમ અને મિયા નામની ટ‍્વિન્સ બહેનો જન્મથી જ આવી જ દુર્લભ ખામી ધરાવે છે. બન્ને બાળકી જન્મી ત્યારે પણ તેમના આખા શરીરમાં સંખ્યાબંધ ફ્રૅક્ચર થયેલાં હતાં. ડૉક્ટરો આ ખામીને ઑસ્ટિઓજિનેસિસ ઇમ્પર્ફેક્ટા નામે ઓળખાવે છે. ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં જન્મેલી મરિયમ અને મિયાના શરીરમાં સ્પર્શ કરવાથી, હગ કરવાથી કે જાણેઅજાણે ધક્કો કે ઝટકો વાગવાથી પણ ફ્રૅક્ચર થઈ જાય છે. ક્યાંક વાગી ન જાય એટલે  તેમની ૨૭ વર્ષની માતા રેયાન પોતાનાં ક્યુટ બચ્ચાંઓને તેડી પણ શકતી નથી. ડૉક્ટર્સનું કહેવું છે કે બાળકીઓમાં આ ખામી અત્યંત ગંભીર છે એટલે તેઓ લાંબું જીવી શકશે નહીં. જોકે રેયાનની કાળજીને કારણે બન્ને બાળકીઓ ત્રણ વર્ષની થઈ ચૂકી છે અને તેમને ભરપૂર પ્રેમ અને ખુશીઓ આપવાનો બનતો પ્રયત્ન કરે છે.

offbeat videos offbeat news united states of america