ઘોડાઓની આ રેસમાં સ્લો ઍન્ડ સ્ટેડી જ વિજેતા બને છે

13 February, 2024 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પરંપરા એક દાયકાથી વધુ સમયથી ચાલી આવી છે. આ રેસમાં ભાગ લેતા ઘોડા બનબા તરીકે ઓળખાય છે, જે સામાન્ય રેસિંગ હૉર્સ કરતાં બમણું વજન ધરાવે છે.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર જપાનના હોક્કાઇડોના શહેર ઓબિહિરોમાં અનોખી બની કેઇબા રેસનું આયોજન થાય છે, જ્યાં ગેટ ખૂલતાં જ ઘોડાઓ પૂરપાટ દોડવાને બદલે ધીમે-ધીમે આગળ વધે છે. આ પરંપરા એક દાયકાથી વધુ સમયથી ચાલી આવી છે. આ રેસમાં ભાગ લેતા ઘોડા બનબા તરીકે ઓળખાય છે, જે સામાન્ય રેસિંગ હૉર્સ કરતાં બમણું વજન ધરાવે છે. જે સ્લેજને તેઓ ખેંચે છે એનું વજન ૬૦૦ કિલોથી વધુ હોય છે. રેસકોર્સમાં દર્શકો બ્રિસ્ક હ્યુમન વૉકની ઝડપે ચાલતા ઘોડાઓનો ઉત્સાહ વધારે છે અને મનપસંદ ખડતલ ઘોડા પર દાવ લગાડે છે. 

હોક્કાઇડોમાં બનબાનો ઉપયોગ ખેતર સાફ કરવા માટે, માલપરિવહન માટે અને માઇન્સ ચલાવવા માટે થતો હતો. એ પછી રેસિંગ સ્પર્ધાની પરંપરા શરૂ થઈ હતી. સમર્પિત ચાહકો અને ગૅમ્બલર્સે આ ઇવેન્ટના વાર્ષિક વેચાણને ૫૫.૫ અબજ યેન સુધી પહોંચાડ્યું છે. એસ્થર મૅક્‍કોર્ટ નામના ઑસ્ટ્રેલિયન ટૂરિસ્ટે કહ્યું કે સ્લો રેસ ખરેખર એક પ્રકારનું રહસ્ય પેદા કરે છે. શરૂઆતમાં ઘોડા ગમે એટલા મજબૂત દેખાય, પણ મહત્ત્વપૂર્ણ તબક્કો છેલ્લાં ૫૦ મીટરનો હોય છે. 

offbeat videos offbeat news social media japan