તાઇપેઇમાં ખાસ પાળતુ પ્રાણીઓ માટે ચલાવાઈ ૧ દિવસમાં ૮ મેટ્રો

01 April, 2024 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રો સ્ટેશન પર પાળતુ પ્રાણીઓ માટેની ઍક્સેસરીઝના સ્ટૉલ્સ પણ ગોઠવવામાં આવ્યા હતા.

વાઇરલ વિડિયોની તસવીર

ગઈ કાલે એક દિવસ માટે તાઇપેઇની માસ રૅપિડ ટ્રાન્ઝિટ (MRT)માં પેટ-ફ્રેન્ડલી મેટ્રો સર્વિસ ચલાવાઈ હતી. એમાં માત્ર પેટ્સ લઈને આવેલા લોકોએ જ તાઇપેઇના જિઆન્ક્શન સ્ટેશનથી તામસુઈ સુધીની આ મેટ્રોમાં સફર કરી હતી. આખા દિવસ દરમ્યાન આવી આઠ ટ્રિપ્સ ગોઠવવામાં આવી હતી જેમાં લોકો પોતાનાં ડૉગ્સ-કૅટ્સને લઈને આવ્યા હતા અને પાળતુ પ્રાણીઓએ મેટ્રોમાં મજા કરી હતી. મેટ્રો સ્ટેશન પર પાળતુ પ્રાણીઓ માટેની ઍક્સેસરીઝના સ્ટૉલ્સ પણ ગોઠવવામાં આવ્યા હતા.

offbeat videos offbeat news social media