05 October, 2024 02:01 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
કોઈપણ બાબત પ્રમાણસર હોય તો તેણો કોઈ વાંધો આવતો નથી હોતો. આ જ બાબત ખાવાના મુદ્દે પણ બંધ બેસે છે. હવે આ જ બાબતને લઈને હાર્વર્ડના એક મેડિકલ સ્ટુડન્ટે અજીબોગરીબ પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ સ્ટુડન્ટે 28 દિવસમાં 720 ઈંડા ખાઈ લીધા. અને ત્યારબાદ જે પરિણામ આવ્યું તે ચોંકાવનારું (Viral News) હતું.
આ સ્ટુડન્ટે કેમ આ પ્રયોગ કર્યો?
પ્રાપ્ત અહેવાલો અનુસાર ૨૫ વર્ષનો સ્ટુડન્ટ નિક હોરોવિટ્ઝ માત્ર એટલું જ જાણવા માગતો હતો કે દરરોજ ઈંડા ખાવાથી તેના શરીરમાં રહેલા બેડ કોલેસ્ટ્રોલ પર કોઈ અસર થાય છે કે કેમ? શું હું વધુ પ્રમાણમાં ઈંડા ખાઈશ તો તે વધે છે કે ઘટે છે? માત્ર એટલું જ જાણવા તેણે ૨૮ દિવસમાં 720 ઈંડા ગપચાવી ગયો હતો. એવું માનવામાં આવે છે કે લાંબા સમય સુધી ઇંડા ખાવાથી એલડીએલ વધે છે, જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે. આ બેડ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે.
રોજ ૨૪થી ૨૫ ઈંડા, મહિના સુધી લગાતાર
Viral News: આ સ્ટુડન્ટે પ્રયોગના ભાગરૂપે દિવસના દર કલાકે એક ઈંડું ખાવાની શરૂઆત કરી. તેણે 28 દિવસ સુધી આ પ્રકારે રોજ દિવસમાં લગભગ 24થી 25 ઈંડા ખાધા. અમ જોતાં તેણે મહિનામાં તો કુલ 720 ઈંડા ખાઈ લીધા હતા.
કોલેસ્ટ્રોલ થયું ઓછું
નિકનું એલડીએલ 90 એમએમ હતું જ્યારે તે અમેરિકન-શૈલી મુજબનો આહાર લેતો હતો. પરંતુ કેટો ડાયેટ પર આવતાં જ તેનું કોલેસ્ટ્રોલ ઓછું થઈ ગયું. પહેલા બે અઠવાડિયામાં કોલેસ્ટ્રોલ 2 ટકા જેટલા ઘટાડા સાથે રિપોર્ટમાં આવ્યું. પછીના બે અઠવાડિયામાં તો ૧૮ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો. જોકે, આ સમય દરમિયાન તે અલગ-અલગ સ્ટાઈલમાં ઈંડાને પકવીને ખાતો હતો. આ પ્રયોગ પરથી એણે એટલું તો સાબિત કરી જ નાખ્યું કે ઈંડાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારીને સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું નથી કરતાં.
પ્રાપ્ત અહેવાલો અનુસાર પહેલા બે અઠવાડિયા સુધી નોર્વિટ્ઝે ઓછા કાર્બ આહારના ભાગ રૂપે રોજના બે ડઝન ઈંડા ખાવાની શરૂઆત કરી હતી. પખવાડિયા પછી તેણે વધુ કાર્બોહાઇડ્રેટ્સ ઉમેર્યા અને તેણે જોયું કે તેનું કોલેસ્ટ્રોલ ઓછું થવા માંડ્યું હતું. જુઓ વિડીયો
જોકે તેણે કહ્યું હતું કે તેનો આ સમગ્ર પ્રયોગ (Viral News)નો હેતુ માત્ર એટલો જ હતો કે વિવિધ વ્યક્તિઓમાં કોલેસ્ટ્રોલને અસર કરી શકે તેવા `લિવર્સ` વિશે ચર્ચા કરવા માટે મેટાબોલિક પ્રદર્શન કરવું.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના જણાવ્યા અનુસાર ઈંડામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ તો વધુ હોય છે, પરંતુ તેમના પોષક મૂલ્યને જાણીને તે કહી ન શકાય. વળી એક અહેવાલ (Viral News)માં જણાવાયું છે કે માનવના શરીરમાં મોટાભાગના જે કોલેસ્ટ્રોલ હોય છે તે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી નથી હોતું.