નાશિકનો આ ટીનેજર છે માનવ કૅલ્ક્યુલેટર

04 April, 2024 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ અંકોની ૫૦ સંખ્યાઓનો સૌથી ઝડપી સરવાળો કરીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

આર્યન શુક્લા

નાશિકની દિલ્હી પબ્લિક સ્કૂલમાં આઠમામાં ભણતા આર્યન શુક્લાનું મગજ એટલું તેજ છે કે તે ડરામણા લાગતા આંકડાને પણ હંફાવી દે છે. આ માનવ કૅલ્ક્યુલેટરે વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આર્યન શુક્લાએ પાંચ અંકોની ૫૦ સંખ્યાઓનો સૌથી ઝડપી સરવાળો કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. સૌથી ઝડપી એટલે માત્ર ૨૫.૧૯ સેકન્ડમાં. આર્યને આ રેકૉર્ડ ઇટલીના એક ટીવી-શો પર બનાવ્યો હતો.  આર્યન છ વર્ષનો હતો ત્યારથી જ મેન્ટલ મૅથની પ્રૅક્ટિસ કરે છે. તે ૨૦૨૨માં જર્મનીમાં આયોજિત મેન્ટલ કૅલ્ક્યુલેશન વર્લ્ડ કપમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. આર્યને ૮ વર્ષની ઉંમરે મેમોરિયલ તુર્કી ઓપન ચૅમ્પિયનશિપ ૨૦૧૮માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે ૭ ગોલ્ડ, ૧ સિલ્વર, ૨ બ્રૉન્ઝ અને ૨ કિડ્સ વર્લ્ડ રેકૉર્ડ હાંસલ કર્યા છે. આર્યને એક સ્પર્ધામાં સૌથી વધુ મેડલ મેળવવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો.

offbeat videos offbeat news social media viral videos