06 November, 2024 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇસ્ત્રીટાઇટ હૅન્ડલ
સમય બદલાય એમ શોખ, ટ્રેન્ડ અને ફૅશન પણ બદલાતાં જાય છે. બારી-દરવાજાનાં હૅન્ડલ, લૉક જેવી વસ્તુઓમાં પણ અવનવી ડિઝાઇન અને સ્ટાઇલ આવતી રહે છે, પણ આવું ઇસ્ત્રીટાઇટ હૅન્ડલ ક્યારેય નહીં જોયું હોય. ડોર લૉક અને હૅન્ડલ બનાવતી કંપનીઓને પણ આવો વિચાર નહીં સૂઝ્યો હોય. સોશ્યલ મીડિયામાં એક ફોટો બહુ વાઇરલ થયો છે. એક યુવાનના ઘરના દરવાજાનું હૅન્ડલ ખરાબ થઈ ગયું હતું એટલે તેણે બગડી ગયેલી ઇસ્ત્રીને જ હૅન્ડલ બનાવી દીધું છે. ‘એક કાંકરે બે પક્ષી માર્યાં’ જેવો આ આઇડિયા અત્યારે ભારે ચર્ચામાં છે.