ગામલોકોએ પ્રેમી પંખીડાંને પકડ્યાં અને લગ્ન કરાવી દીધાં

22 October, 2024 04:38 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહારના જમુઈમાં શરદપૂનમની રાતે જબરો લગ્ન સમારંભ યોજાયો હતો. જિલ્લાના એક ગામના શંભુ ઠાકુરના દીકરા રંજન અને પાસેના ગામમાં રહેતા વિનોદ ઠાકુરની દીકરી રીતુ ઘણા સમયથી પ્રેમમાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

બિહારના જમુઈમાં શરદપૂનમની રાતે જબરો લગ્ન સમારંભ યોજાયો હતો. જિલ્લાના એક ગામના શંભુ ઠાકુરના દીકરા રંજન અને પાસેના ગામમાં રહેતા વિનોદ ઠાકુરની દીકરી રીતુ ઘણા સમયથી પ્રેમમાં હતાં. શરદપૂનમે બન્ને નદીકિનારે છુપાઈને બેઠાં હતાં. જોકે ગામના લોકો ત્યાં પહોંચી ગયા અને બન્નેને પકડી પાડ્યા. લોકોએ પરાણે એ બન્નેને પરણાવી દીધાં. લોકોએ રંજન પાસે પરાણે રીતુના માથામાં સેંથો પુરાવ્યો હતો અને ધમકાવ્યો પણ ખરો, ‘તું રીતુને દુખી કરશે તો માર પડશે.’

bihar national news news social media offbeat news