15 August, 2020 08:08 PM IST | Shimla | Gujarati Mid-day Online Correspondent
ઠિયોગ ગામ (તસવીર સૌજન્ય: વિકિપીડિયા)
ભારત દેશમાં 15 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. પણ શિમલામાં એક ગામ એવું છે જ્યાં 15 ઑગસ્ટે સ્વાતંત્રતા દિવસની ઉજવણી નથી થતી પણ 16 ઑગસ્ટના રોજ સ્વાધિનતા દિવસ ઉજવવામાં આવે છે. આ સાથે એક ઈતિહાસ જોડાયેલો છે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી 30 કિમીના અંતરે આવેલ ઠિયોગમાં 16 ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. હિંદુસ્તાનમાં શિમલાના ઠિયોગની સત્તા સૌથી પહેલા રાજાઓના હાથમાંથી આઝાદ થઈ હતી. આઝાદ ભારતમાં જનતા દ્વારા પસંદગી પામેલી પહેલી સરકાર 16 ઑગસ્ટ 1947માં બની હતી. માનવામાં આવી રહ્યું છે કે, પ્રજામંડળના સૂરત રામ પ્રકાશે ઠિયોગમાં 8 મંત્રીઓ સાથે પ્રધાનમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. ત્યારથી અહીં સ્વતંત્રતા દિવસે મંત્રી પદના શપથ લે છે.
મળતી માહિતી પ્રમાણે, હકિકતમાં 15મી ઑગસ્ટના 1947ના રોજ ઠિયોગ રજવાડાના રાજા કર્મચંદના બાસા મહેલની બહાર લોકો ભેગા થયા હતા. લોકોના વિરોધને જોતા તેમને રાજગાદી છોડવી પડી હતી. રાજા કર્મચંદ બાદ લોકતંત્ર આવ્યુ અને સૂરત રામ પ્રકાશે સત્તા સંભાળી. સાથે ગૃહમંત્રી બુદ્દિરામ વર્મા, શિક્ષા મંત્રી સીતારામ વર્મા અને અન્ય 8 લોકોએ મંત્રી પદના શપથ લીધા હતા. હાલના સમયે પણ ઠિયોગમાં જૂના મંત્રીમંડળની સાથે આમંત્રણ પત્ર આપવામાં આવે છે અને પ્રશાસન સત્તાવાર સરકારી રીતે અહીં 16 ઑગસ્ટના રોજ કાર્યક્રમનું આયોજન કરે છે.
કહેવાય છે કે, 15 ઑગસ્ટ અને 16 ઑગસ્ટના રોજ ઠિયોગથી પ્રજામંડળનનું આંદોલન શરુ થયું હતું. આ બાદ દેશમાં લોકતંત્રની સ્થાપના થઈ હતી. સૂરત રામને ઠિયોગ રજવાડાંના પ્રધાનમંત્રી બનાવાયા હતા. આ બાદ મંડીના સુંદરનંગરમાં ત્યાંના રાજાની વિરુદ્ધ મુવમેન્ટ શરુ કર્યુ હતુ. ઠિયોગમાં 16 ઑગસ્ટના રોજ ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાને લીધે કાર્યક્રમ યોજાશે નહીં.