પ્રાગમાં છે દુનિયાની સૌથી સાંકડી શેરી, બે માણસ ફસાઈ ન જાય એટલે સિગ્નલ મુકાયાં છે

17 October, 2024 03:11 PM IST  |  Czech Republic | Gujarati Mid-day Correspondent

રસ્તા પર અકસ્માત ન થાય કે ટ્રાફિક જૅમ ન થાય એ માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવતાં હોય છે, પરંતુ ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં એક શેરીના બન્ને છેડે ટ્રાફિક સિગ્નલ મુકાયાં છે

ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં એક શેરીના બન્ને છેડે ટ્રાફિક સિગ્નલ મુકાયાં

રસ્તા પર અકસ્માત ન થાય કે ટ્રાફિક જૅમ ન થાય એ માટે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવતાં હોય છે, પરંતુ ચેક રિપબ્લિકના પ્રાગ શહેરમાં એક શેરીના બન્ને છેડે ટ્રાફિક સિગ્નલ મુકાયાં છે. પ્રાગના માલા સ્ટ્રાનામાં આવેલી આ શેરી ૩૨ ફુટ લાંબી છે, પણ એની પહોળાઈ ફક્ત ૧૯ ઇંચ છે. એટલે કે વાહનો તો ભૂલી જ જાઓ, બે માણસ સાથે-સાથે કે સામસામે ચાલે તો પણ ફસાઈ જાય અને આવું ન થાય એટલે શેરીના બન્ને છેડે ટ્રાફિક-સિગ્નલ બેસાડવાં પડ્યાં છે. કોઈ માણસ આ શેરીની અંદર જાય એ પહેલાં નાકા પાસે મૂકેલા સિગ્નલનું બટન દબાવવાનું હોય છે. બટન દબાવવાથી બન્ને છેડે સિગ્નલ ઑન થઈ જાય છે. ગ્રીન સિગ્નલ થાય પછી જ અંદર જવાનું હોય છે.

czech republic international news world news social media offbeat news