રૅકેટ નથી તો બૉટલ પણ ચાલી જશે આ ભાઈ બૉટલથી બૅડ‍્મિન્ટન રમ્યા

04 August, 2024 03:50 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર પૉઇન્ટ પર પૉઇન્ટ મેળવતા આ વિડિયોમાં બે વ્યક્તિ બૅડ‍્મિન્ટન રમતી દેખાય છે.

બૉટલથી બૅડ‍્મિન્ટન રમ્યા

‘હાથમાં એ બાથમાં’ કહેવતની જેમ એક ભાઈ રૅકેટના અભાવે પાણીની બૉટલથી બૅડ‍્મિન્ટન રમ્યા. સોશ્યલ મીડિયા પર પૉઇન્ટ પર પૉઇન્ટ મેળવતા આ વિડિયોમાં બે વ્યક્તિ બૅડ‍્મિન્ટન રમતી દેખાય છે. એક જણ તો રૅકેટથી રમે છે, પરંતુ બીજો માણસ બૉટલથી રમતો દેખાય છે. બૉટલને જ જાણે રૅકેટ બનાવી દીધી હોય એમ તે શૉટ મારે છે અને પૉઇન્ટ પણ મેળવે છે.

offbeat news badminton news viral videos national news new delhi