04 June, 2024 03:40 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ઍર-કન્ડિશન્ડ તબેલામાં બેઠેલી ભેંસો
ગુલઝારસાહબ નામના સોશ્યલ મીડિયા ઍક્સ અકાઉન્ટ પરથી એક વિડિયો વાઇરલ થયો છે. એમાં ચાર-પાંચ ભેંસોને રાખી શકાય એવા રૂમ જેવા તબેલામાં ભેંસોને ગરમી ન થાય એ માટે ઍર-કન્ડિશનર (AC) ચાલી રહ્યું છે. આ વિડિયોએ સોશ્યલ મીડિયા પર જબરી ચર્ચા જગાવી છે. કોઈ કહે છે લોકો પોતાના માટે AC ચાલુ કરવામાં ઇલેક્ટ્રિસિટીના બિલની ચિંતા કરતા હોય છે ત્યાં આ ભાઈ કેટલા દયાળુ કહેવાય? જ્યારે કોઈકે કહ્યું હતું કે ખુલ્લામાં રહેવા ટેવાયેલાં પ્રાણીઓને હજી ગોંધી રાખશો તો આવું જ કરવું પડેને?