ચલણી નોટોનાં બંડલ જોઈને લોકો નાળામાં કૂદ્યા

08 May, 2023 01:20 PM IST  |  Sasaram | Gujarati Mid-day Correspondent

જિલ્લા વહીવટી તંત્ર ચલણી નોટો સાચી છે કે નહીં તેમ જ નાળામાં નોટો કોણે ફેંકી હતી એની તપાસ કરી રહ્યું છે.

ચલણી નોટોનાં બંડલ જોઈને લોકો નાળામાં કૂદ્યા

જંગી માત્રામાં ચલણી નોટોનાં બંડલ દેખાય તો માણસ વગર વિચાર્યે એ લેવા નાળામાં કૂદી પડે. શનિવારે આવું જ કાંઈક થયું છે બિહારના રોહતાસ જિલ્લાના સાસારામ શહેરના મોરાદાબાદ ગામમાં. સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં લોકો ના‍ળામાં કૂદીને ૨૦૦૦, ૫૦૦, ૧૦૦ અને ૧૦ રૂપિયાની નોટોનાં બંડલ ભેગાં કરી રહ્યા હતા. 

આ પણ વાંચો : આ એક પીત્ઝાની કિંમત છે ૧.૬૩ લાખ

સ્થાનિક લોકોએ કરેલા દાવા મુજબ તેમણે શનિવારે વહેલી સવારે નાળામાં ચલણી નોટો ભરેલી અનેક બૅગ જોઈ હતી. એ પછી ટૂંક સમયમાં લોકો ભેગા થઈ ગયા અને ચલણી નોટોનાં બંડલ લેવા નાળામાં કૂદવા માંડ્યા હતા. આ લોકોએ ચલણી નોટો સાચી હોવાનો દાવો કર્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર ચલણી નોટો સાચી છે કે નહીં તેમ જ નાળામાં નોટો કોણે ફેંકી હતી એની તપાસ કરી રહ્યું છે.

offbeat news bihar viral videos national news