09 February, 2024 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઇરેક્ટાઇડ ડિસ્ફંક્શન એટલે કે ઉત્થાનમાં સમસ્યા ધરાવતા પુરુષો માટે હવે વાયેગ્રા એટલે કે સિલ્ડેનાફિલ સિટ્રેડ અકસીર દવા ગણાય છે. જોકે આ દવાથી પુરુષોમાં આડઅસરરૂપે એક ફાયદો જોવા મળ્યા છે અને એ છે ઑલ્ઝાઇમર્સ એટલે કે યાદશક્તિ ક્ષીણ કરતો ન્યુરોલૉજિકલ ડીજનરેટિવ રોગનું જોખમ ઘટવું. ન્યુરોલૉજી નામના જર્નલમાં છપાયેલા અભ્યાસ મુજબ સંશોધનમાં લગભગ ઍવરેજ ૫૯ વર્ષની ઉંમર ધરાવતા ૨,૬૯,૭૨૫ પુરુષોનો પાંચ વર્ષની હેલ્થનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ મુજબ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની તકલીફ માટે વાયેગ્રા લેતા પુરુષોમાં ઑલ્ઝાઇમર્સ થવાનું રિસ્ક ૧૮ ટકા જેટલું ઓછું નોંધાયું હતું.