26 January, 2025 04:00 PM IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ભોપાલમાં એક વિદ્યાર્થીના બૂટમાં જોવા મળ્યો ઝેરી સાપ
ભોપાલમાં ૧૪ વર્ષનો વિદ્યાર્થી એક મોટા ખતરામાંથી અણીના સમયે ઊગરી ગયો હતો. જ્યારે તે સ્કૂલ જવા તૈયાર થઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન ગયું કે તેના બૂટમાં કંઈક હલનચલન થઈ રહ્યું છે. તેણે નજીકથી જોયું ત્યારે અંદર એક સાપ બેઠેલો જોવા મળ્યો. ઘરના લોકોએ લાકડીથી સાપને બહાર કાઢીને નજીકના જંગલમાં છોડી દીધો હતો. જાણકારોએ જણાવ્યું કે એ ભારતના સૌથી ઝેરી સાપમાંનો એક ગણાતો રસેલ્સ વાઇપર સ્નેક હતો.