વૈભવી હોટેલ જેવું દેખાય છે એ કમર્શિયલ સ્પેસ સ્ટેશન છે

15 October, 2024 04:12 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

સ્પેસ ટેક કંપની વાસ્ટે વિશ્વનું પ્રથમ કમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. આ સ્પેસ સ્ટેશન તો આવતા વર્ષે લૉન્ચ થશે પણ અત્યારે કંપનીએ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાય છે એની ડિઝાઇનના ૩ વિડિયો સોશ્યલ મીડિયામાં જાહેર કર્યા છે

કમર્શિયલ સ્પેસ સ્ટેશન

સ્પેસ ટેક કંપની વાસ્ટે વિશ્વનું પ્રથમ કમર્શિયલ સ્પેસ સ્ટેશન બનાવ્યું છે. આ સ્પેસ સ્ટેશન તો આવતા વર્ષે લૉન્ચ થશે પણ અત્યારે કંપનીએ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાય છે એની ડિઝાઇનના ૩ વિડિયો સોશ્યલ મીડિયામાં જાહેર કર્યા છે. ૩૩ ફુટ લાંબું અને ૧૨ ફુટ પહોળું સ્પેસ સ્ટેશન કોઈ રિસૉર્ટ કે ફાઇવસ્ટાર હોટેલની જેમ એમાં લક્ઝુરિયસ રૂમ હશે. ઝીરો ગ્રૅવિટીમાં પણ લોકો આરામથી સૂઈ શકે એવાં ગાદલાં હશે. એમાં જિમ પણ બનાવાશે. એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમ અને કમ્યુનિકેશન ટેક્નૉલૉજી સાથેની પ્રાઇવેટ રૂમ પણ હશે. એમાં એક ડક હશે અને એની બારીમાંથી પૃથ્વીનાં રમણીય દૃશ્યો જોઈ શકાશે. સ્પેસએક્સના ફાલ્કન-9 રૉકેટ દ્વારા આ સ્પેસ સ્ટેશનને ઑગસ્ટ ૨૦૨૫માં લૉન્ચ થશે. ૩૦ દિવસના આ મિશનમાં ૪ અવકાશયાત્રી હેવન-1માં રહેશે. મિશન સફળ થશે તો મોટું સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવાની કંપનીની ગણતરી છે અને લોકોને અવકાશનો પ્રવાસ કરાવવા અને પૃથ્વી બતાવવાનો હેતુ પણ છે. ૨૨૫ દિવસથી પણ વધુ સમય સુધી અવકાશમાં રહીને આવેલા નાસાના અવકાશયાત્રી ઍન્ડ્ર્યુ ફ્યુસ્ટેલે સ્પેસ સ્ટેશનની અંદરની ડિઝાઇન ફાઇનલ કરી છે.

california america nasa international space station international news world news offbeat news