વારાણસીમાં લગ્ન સમારોહ દરમિયાન ડાન્સ કરતી વખતે થયું શખ્સનું મોત, જાણો કેવી રીતે?

30 November, 2022 05:21 PM IST  |  Varanasi | Gujarati Mid-day Online Correspondent

ડાન્સ કરતી વખતે મોતના 5 સેકેન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવાનું કે તાજેતરમાં જ વારાણસીનો વધુ એક વીડિયો વાયરલ થયો હચો જેમાં કાર ડ્રાઈવિંગ દરમિયાન એક શખ્સનું મોત થયું.

પ્રતીકાત્મક તસવીર

કાળ ક્યારે કોને ભરખી જાય કંઈ કહી શકાતું નથી. યમરાજ કોઈપણ સમયે કોઈના પણ પ્રાણ હરી શકે છે. હ્રદયને હચમચાવી દેનાર એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) વારાણસીમાંથી (Varanasi) સામે આવી છે. વારાણસીમાં લગ્ન સમારોહ (Wedding) દરમિયાન ડાન્સ (Man died While Dancing) કરતાં કરતાં એક શખ્સનું મોત થયું છે. ડાન્સ કરતી વખતે મોતના 5 સેકેન્ડનો આ વીડિયો (Video Viral on Social Media) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવવાનું કે તાજેતરમાં જ વારાણસીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કાર ડ્રાઈવિંગ (Man Died while Driving) દરમિયાન એક શખ્સનું મોત થયું.

માહિતી પ્રમાણે આ વીડિયો વારાણસીના મંડુવાડીહ થાણા ક્ષેત્રના ડીએલડબ્લ્યૂ વિસ્તારનો છે. અહીં મોટી પિયરી ક્ષેત્રના રહેવાસી મનોજ વિશ્વકર્મા પોતાના ભત્રીજાના લગ્નમાં ગયા હતા. લગ્નમાં વૈવાહિત કાર્યક્રમ દરમિયાન જ્યારે તે ડાન્સ કરી રહ્યા હતા, ત્યારે તે પડ્યા અને જોત જોતામાં તેમનું મોત થયું. તેમને તરત જ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પણ ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા.

પોસ્ટમૉર્ટમ રિપૉર્ટથી કારણ થશે સ્પષ્ટ
આ મૃત્યુ બાદ લગ્નના જશ્નનો માહોલ મહાતમમાં ફેરવાઈ ગયો. પહેલી નજરમાં એવું લાગી રહ્યું છે કે આ મોત કાર્ડિએક અરેસ્ટને કારણે થયું. પણ આ મોતનું ખરું કારણ શું છે તે પોસ્ટમૉર્ટમ રિપૉર્ટ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. જણાવવાનું કે દેશના અલગ અલગ ભાદમાં એવા કિસ્સા સતત સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો : લગ્ન મંડપમાં વરરાજાએ કરી દુલ્હનને કિસ, વિફરેલી દુલ્હન સીધી પહોંચી પોલીસ સ્ટેશન

એક્સપર્ટની રાય
BHUના પ્રૉફેસર જ્ઞાનેશ્વર ચૌબેએ જમાવ્યું કે પોસ્ટ કોવિડ પછી કાર્ડિયો અટેકના કેસ એકાએક વધ્યા છે. અનેક લોકોના કાર્ડિયો મસલ્સ પણ કામ નથી કરી રહ્યા, જેને કારણે આ પ્રકારના કેસ સામે આવી રહ્યા છે. ખાસ કરીને 35થી 42 વર્ષના લોકોમાં આનું જોખમ વધારે છે. આના પર એક ડિટેલ આર્ટિકલ પણ લખવામાં આવ્યો છે અને સરકારને પણ પત્ર લખવામાં આવ્યો છે.

offbeat news varanasi national news uttar pradesh