02 May, 2024 05:38 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા
ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન થતાં અનુભવો લોકો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે. મોટે ભાગે આ અનુભવો પ્રવાસીઓ માટે ખરાબ જ હોય છે. સોશિયલ મીડિયા પર રેલવે પ્રવાસ દરમિયાન મળતી ખરાબ સુવિધા બાબતે લોકો સોશિયલ મીડિયા પર હોબાળો મચાવે છે. જોકે હાલમાં એવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોલકત્તાથી વન્દે ભારત ટ્રેન(Vande Bharat Viral Review)માં પ્રવાસ કરતાં એક પ્રવાસીએ વન્દે ભારત ટ્રેનનો રિવ્યુ શેર કર્યો હતો, જેણે હવે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે. તમને થતું હશે કે તેમાં શું નવાઈ છે, પણ આ વ્યક્તિએ વન્દે ભારતમાં મુસાફરી દરમિયાન મળતા ફૂડ અને બીજી સુવિધાઓના વખાણ કર્યા છે. આ પ્રવાસીએ સવારના નાસતાથી લઈને રાતે મળતા ભોજન તેમ જ ટ્રેનના બાથરૂમનું રિવ્યુ કરીને તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પર્પલરેડી નામના એકાઉન્ટ પર સાત ટ્વિટ શેર કરવામાં આવી છે. એક ટ્વિટમાં તેણે વન્દે ભારત ટ્રેનમાં (Vande Bharat Train Food) પ્રવાસ દરમિયાન માળતા સ્નેક્સની તસવીર શેર કરી હતી અને તેને સામાન્ય ગણાવી લખ્યું “શતાબ્દીના સમાન છે”. આ તસવીરમાં એક પેપર બેગની અંદર ડાયટ ચેવડો, મિક્સ્ચર, પીનટ ચિક્કી વગેરે સ્નેક્સ રાખવામાં આવ્યા હતા. આ સાથે તેણે ડિનર સંતોષકારક અને ગરમ છે એવું કહ્યું હતું. આ પ્રવાસીએ તેને મળેલા ડિનરમાં દાળ, ભાત, રોટલી, કરી અને શાકની સાથે આઇસ્ક્રીમની તસવીર શેર કરી હતી.
વન્દે ભારત ટ્રેનના વાઇરલ થઈ રહેલા રિવ્યુની ખાસ વાત એ છે કે આ પ્રવાસીએ ટ્રેનના વૉશરૂમનું પણ રિવ્યુ (Vande Bharat Viral Review) આપ્યું હતું. તેણે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે “વન્દે ભારત ટ્રેનનું વૉશરૂમ એકદમ સાફ હતું. આ ટ્રેનમાં વૉશરૂમ ખરેખર મેં જોયેલા વૉશરૂમમાં સૌથી સારું છે. આ ટ્રેનમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને ટોયલેટની સુવિધા ઉપલબ્ધ છે, તેમ જ હેન્ડ વોશ ડિસ્પેન્સર અને ઓટોમેટિક હેન્ડ ડ્રાયર પણ છે અને ટોયલેટનું ફ્લશ એકદમ સારી રીતે કામ કરે છે તે આશ્ચર્યની વાત છે”.
X પર પોસ્ટ (Social Media) કરવામાં આવેલા વન્દે ભારત ટ્રેનના રિવ્યુને અત્યાર સુધીમ એક મિલિયન કરતાં વધુ લોકોએ જોયું છે. તેમ જ લોકો આ પોસ્ટ પર રીટ્વિટ કરીને તેમને વન્દે ભારત ટ્રેનની મુસફારી દરમિયાન થયેલા અનુભવો શેર કર્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે લખું હતું કે “વંદે ભારતનું આકર્ષણ ઓછું થઈ રહ્યું છે. ક્યારેક દિલ્હી કટરા રૂટ પર વંદે ભારત હોવા છતાં રેલવે વંદે ભારત નામની સાથે તેજસ ટ્રેન ચલાવી રહી છે. તો બીજાએ લખ્યું હતું કે “તમને શતાબ્દી એક્સ્પ્રેસ ટ્રેનમાં કોઈપણ સ્નેક્સ નથી મળતા.