08 February, 2024 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રકના પાછડના ભાગની તસવીર
વૅલેન્ટાઇન્સ ડેને માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે ત્યારે ૧૪ ફેબ્રુઆરીનું કાઉન્ટડાઉન ઉત્સાહપૂર્વક શરૂ થઈ ગયું છે. દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે એકલાઅટુલા લોકો પોતાને ચોમેર દુઃખથી ઘેરાયેલા અનુભવે છે, રોમૅન્ટિક ઉત્સવનો આનંદ માણવા અસમર્થ છે. આમ છતાં તેઓ અનુકરણ દ્વારા આશ્વાસન મેળવે છે. લોકો તરેહ-તરેહના સંદેશ મોકલે છે અને પોતાની લાગણી વ્યક્ત કરે છે. એક ટ્રક-ડ્રાઇવરે ટ્રકની પાછળ એક સંદેશ લખ્યો છે, જે વાંચીને સહેજે હસવું આવી જાય. તેણે ટ્રક પાછળ સંદેશ લખ્યો છે, ‘આઇ નીડ સહેલી, જો બાત કરે ડેઇલી, હૈ કોઈ વૈલ્લી.’ આ સાથોસાથ કૉન્ટૅક્ટ-નંબર પણ આપવામાં આવ્યો છે.