અમીર યુવતીઓને સગર્ભા બનાવવાની નોકરીની લાલચમાં ૨૪,૮૦૦ રૂપિયા ગુમાવ્યા

22 September, 2024 10:51 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક યુવકને ફેસબુક પરથી મહિને પાંચ લાખના પગારવાળી નોકરીની ઑફર મળી હતી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતીમાં કહેવત છે કે ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે’. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના એક યુવકને ફેસબુક પરથી મહિને પાંચ લાખના પગારવાળી નોકરીની ઑફર મળી હતી. એ નોકરી હતી અમીર ઘરની યુવતીઓને પ્રેગ્નન્ટ કરવાની. યુવકને નોકરી અને પગાર બન્નેની લાલચ જાગી એટલે પોસ્ટમાં આપેલા વૉટ્સઍપ-નંબર પર સંપર્ક કર્યો. ગઠિયાઓએ રજિસ્ટ્રેશનના નામે પહેલાં ૮૦૦ રૂપિયા પડાવ્યા. પછી ૨૪,૦૦૦ રૂપિયા માગ્યા. આ યુવકે અલ્તાફ ખાન નામના અજાણ્યા ખાતાધારકના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા. પછી ૩ લાખની માગણી થઈ એટલે યુવાનની આંખ ખૂલી, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. પૈસા તો માગ્યા પણ સાઇબર ગઠિયાઓએ એસપી-ડીએસપીના પ્રોફાઇલ ફોટોવાળા નંબર પરથી ફોન કર્યો અને પૈસા નહીં આપે તો ફરિયાદ કરવાની ધમકી પણ આપી. યુવક ગભરાઈ ગયો અને સમાજસેવક ડૉ. શ્યામબાબુ પટેલને બધી વાત કરી. છેવટે પ્રયાગરાજમાં પોલીસ-ફરિયાદ કરવામાં આવી અને પોલીસે તપાસ શરૂ કરી છે.

uttar pradesh offbeat news india national news