બિન ડાઇવિંગમાંથી આ બહેન મહિને ૪.૧૧ લાખ રૂપિયાની કમાણી કરે છે

05 May, 2023 01:17 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

તેણે ૩૮ વર્ષની પાલ લિઝ વિલ્સન સાથે મળીને તેના શોખને વેપારમાં તબદીલ કર્યો છે

વેરોનિકા ટેલર

આ બહેનની કમાણીનો સ્રોત સમજવા માટે સૌપ્રથમ તો બિન ડાઇવિંગ એટલે શું એ જાણવું જરૂરી છે. કચરામાં કાઢી નાખવામાં આવેલી વસ્તુઓમાંથી કામની વસ્તુઓ અલગ તારવી એને વેચીને કરાતી કમાણીના વ્યવસાયને બિન ડાઇવિંગ કહેવાય છે.

બિન ડાઇવિંગનો વ્યવસાય કરતી અમેરિકાના પેન્સિલવેનિયાના ક્વેકરટાઉનની રહેવાસી ૩૨ વર્ષની વેરોનિકા ટેલરે બિન ડાઇવિંગથી લુઇસ વીટન અને માઇકલ કોર્સ સહિતની અનેક બ્રૅન્ડેડ આઇટમ્સ બચાવી છે. આ કચરામાંથી મળતી તમામ ફૂડ અને સ્વાસ્થ્યને લગતી ચીજો તેણે ચૅરિટીમાં તેમ જ ઘરબારવિહોણા લોકોને આપી દીધી છે. જોકે સામા છેડે તે ઊંચી બ્રૅન્ડની ચીજો વેચતી પણ હતી. તેણે ૩૮ વર્ષની પાલ લિઝ વિલ્સન સાથે મળીને તેના શોખને વેપારમાં તબદીલ કર્યો છે. તમે જ્યારે કચરામાંથી કામની ચીજો શોધતા હો ત્યારે તમને શું મળશે એની ખબર ન હોવી એ એક પ્રકારનું ટ્રેઝર હન્ટ ગણાવી વેરોનિકા જણાવે છે કે ‘અમે તમામ ચીજોને અડધી-અડધી વહેંચી લઈએ છીએ અને કચરામાંથી મળેલી ચીજોમાંથી મહિને ૪.૧૧ લાખ રૂપિયા જેટલી આવક કરવી એ નોકરી કરવા કરતાં તો ચોક્કસ ઘણું સારું કામ છે. તમે સ્વતંત્ર રીતે કામ કરી શકો છો.’ વેરોનિકાએ સૌપ્રથમ જૂન ૨૦૨૨માં બિન ડાઇવિંગ કર્યું હતું. ત્યાર બાદ તેણે આ કામને ક્યારેય બંધ કર્યું નથી. વેરોનિકા અને તેની મિત્ર લીઝ વિલ્સનનું કહેવું છે કે સ્ટોર્સમાં કામ કરતા વૃદ્ધોને નવી બ્રૅન્ડ વિશે વધુ માહિતી ન હોવાથી તેઓ એને ફેંકી દે છે, જે અમને મળી જાય છે. 

offbeat news united states of america international news washington