નવજાત દીકરાને વેચવા નીકળેલી મહિલાને પોલીસ પકડી ગઈ

07 November, 2024 02:09 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલમાં સંભાળ રાખનારી મહિલા વેન્ડી વિલિયમ્સને આ વાતની જાણ થઈ એટલે તેણે ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસનો સંપર્ક કર્યો

જુનિપર બ્રાયસન

અમેરિકાના ટેક્સસમાં જુનિપર બ્રાયસન નામની મહિલાએ ફેસબુકમાં નવજાત દીકરાને વેચવાની જાહેરાત કરી હતી. પોલીસને જાણ થતાં તરત જ તેની ધરપકડ કરી હતી. જુનિપરે ૨૪ સપ્ટેમ્બરે દીકરાને જન્મ આપ્યો હતો. તેના જન્મના ગણતરીના કલાકમાં જ તેણે ફેસબુકમાં બાળકના ફોટો સાથે ‘જન્મ આપનારી માતા દત્તક માતાપિતા શોધી રહી છે’ એવું લખીને પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેણે બાળકના બદલામાં પૈસાનો ઉલ્લેખ નહોતો કર્યો, પણ જ્યારે કેટલાક લોકોએ તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે ૧૫૦ ડૉલરની માગણી કરી હતી. આ પોસ્ટ વાંચીને બાળક દત્તક લેવા ઇચ્છતા ૭ પરિવારે રુચિ દર્શાવી હતી. લ્યુસિયાનાનું સજાતીય યુગલ આખી રાત કાર ડ્રાઇવ કરીને જુનિપર પાસે પહોંચ્યું હતું. જુનિપરે પહેલાં જમવા માટે ૨૫ ડૉલર માગ્યા અને પછી ૧૫૦ ડૉલરની માગણી કરી એટલે યુગલે બાળક દત્તક લેવાની અનિચ્છા દર્શાવી હતી. હૉસ્પિટલમાં સંભાળ રાખનારી મહિલા વેન્ડી વિલિયમ્સને આ વાતની જાણ થઈ એટલે તેણે ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસનો સંપર્ક કર્યો એ પછી તપાસના અંતે જુનિપર બ્રાયસનની ધરપકડ કરવામાં આવી હતી.

offbeat news united states of america Crime News international news world news