મમ્મીનો જોક સાંભળી કોમામાંથી બહાર આવેલી જેનિફરની ચમત્કારિક રિકવરી

07 February, 2024 10:03 AM IST  |  United states of america | Gujarati Mid-day Correspondent

એક ઉત્સુક એકે જણાવ્યું હતું કે એ જોક કયો હતો એ જણાવશો? મને જાણવાની ખૂબ આતુરતા છે. બીજા એકે કહ્યું કે હું પણ એ જોક વિશે જાણવા બેહદ આતુર છું.

જેનિફર ફ્લિવેલન

કહેવાય છે કે લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન, પરંતુ અમેરિકાની એક મહિલા જે પાંચ વર્ષથી કોમામાં સરી પડી હતી તેને માટે લાફ્ટરે ચમત્કારિક ઉપચારનું કામ કર્યું હતું. મિશિગનમાં નાઇલ્સની રહેવાસી જેનિફર ફ્લિવેલનને ૨૦૧૭માં કાર-ઍક્સિડન્ટ નડ્યો હતો. ત્યાર બાદ તે કોમામાં સરી પડી હતી. જોકે ત્યાર બાદ તેની જિંદગીએ એક અભૂતપૂર્વ વળાંક લીધો હતો. દરમ્યાન મમ્મીએ દીકરીને એક જોક કહ્યો અને તે હસતાં-હસતાં જાગી ગઈ હતી. જેનિફરના રિકવરીના પ્રયાસને ટેકો આપવા ‘ગો ફન્ડ મી’ કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. તેના ફિઝિશ્યન ડૉ. રાલ્ફ વાંગે જેનિફરની રિકવરીને જવલ્લેજ જોવા મળતા કિસ્સા તરીકે ગણાવી હતી. જેનિફરે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેનિફરના આ પ્રવાસમાં તેના નાના પુત્રની ફુટબૉલ મૅચની ઉજવણીમાં સહભાગી થવાનો 
અને તબિયતમાં સતત સુધારા માટે વધારાની થેરપીનો સમાવેશ થાય છે. જેનિફર સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં આવી નથી, કેમ કે તે હજી બોલી શકતી નથી. એક ઉત્સુક એકે જણાવ્યું હતું કે એ જોક કયો હતો એ જણાવશો? મને જાણવાની ખૂબ આતુરતા છે. બીજા એકે કહ્યું કે હું પણ એ જોક વિશે જાણવા બેહદ આતુર છું.

offbeat news offbeat videos social media viral videos united states of america