પોતાની ડૉગીની સ્મૃતિમાં ૪૭૦૪ કિલોમીટર સાઇકલ ચલાવીને જગતનું સૌથી મોટું GPS ડ્રૉઇંગ રચ્યું અમેરિકન મહિલાએ

25 August, 2024 12:19 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ક્રિસ્ટી નેધરલૅન્ડ્સના પાટનગર ઍમ્સ્ટરડૅમથી યાત્રા શરૂ કરીને પૅરિસ, બ્રસેલ્સ, સ્વિટ્ઝરલૅન્ડ, જર્મની વગેરે સ્થળોએ ફરી હતી.

પોતાની ડૉગીની સ્મૃતિમાં ૪૭૦૪ કિલોમીટર સાઇકલ ચલાવીને જગતનું સૌથી મોટું GPS ડ્રૉઇંગ રચ્યું

અમેરિકાની ક્રિસ્ટી બેલ્મર નામની મહિલાએ પોતાની સદ્ગત ડૉગી સ્લિન્કીની સ્મૃતિમાં સાઇકલ ફેરવીને વિશ્વનું સૌથી મોટું અને કૂતરાના આકારનું GPS ડ્રૉઇંગ બનાવીને ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું છે. સ્લિન્કીનો ૧ મેએ જન્મદિવસ હતો ત્યારથી બે મહિના સુધી ક્રિસ્ટીએ સાઇકલ પર લગભગ ૪૭૦૭ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. અમેરિકાના ડેવિડ શ્વેઇકર્ટે ગયા વર્ષે ૧૫૮૧.૨ કિલોમીટર સાઇકલ ચલાવીને રેકૉર્ડ કર્યો હતો એ ક્રિસ્ટીએ તોડ્યો છે. ક્રિસ્ટી નેધરલૅન્ડ્સના પાટનગર ઍમ્સ્ટરડૅમથી યાત્રા શરૂ કરીને પૅરિસ, બ્રસેલ્સ, સ્વિટ્ઝરલૅન્ડ, જર્મની વગેરે સ્થળોએ ફરી હતી.

offbeat news google united states of america international news washington