ડૉગીના નવા માલિક શોધવા પીત્ઝા બૉક્સ પર મૂક્યા સંદેશ

17 November, 2023 08:35 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

ન્યુ યૉર્કની એક રેસ્ટોરાંના માલિકને આવાં પ્રાણીઓને નવા માલિક શોધી આપવા માટે એક અફલાતૂન વિચાર આવ્યો હતો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

ઘણી વખત ડૉગ અને કૅટ જેવાં પાળતુ પ્રાણીઓને લોકો કોઈ ને કોઈ કારણસર ત્યજી દે છે. ત્યારે આવાં પ્રાણીઓની હાલત બહુ જ કફોડી થતી હોય છે. ઍનિમલ શેલ્ટરમાં તેઓ બહુ જ ખરાબ સમય વિતાવે છે. ન્યુ યૉર્કની એક રેસ્ટોરાંના માલિકને આવાં પ્રાણીઓને નવા માલિક શોધી આપવા માટે એક અફલાતૂન વિચાર આવ્યો હતો. માર્ચ મહિનાથી તેમણે જસ્ટ પીત્ઝા બૉક્સની ઉપર આવા ડૉગ કે કૅટનો ફોટો મૂકવાનું શરૂ કર્યું તેમ જ એની સાથે એક સંદેશ પણ હતો જેમાં એમને દત્તક લેવાની વાત લખવામાં આવી હતી. આ સમગ્ર વિચાર જસ્ટ પીત્ઝા ઍન્ડ વિંગ કંપનીની માલિકે મૅરી ઍલોયને આવ્યો હતો. નાયગરામાં આવા જ એક ઍનિમલ શેલ્ટરમાં તે એક વખત વૉલન્ટિયર તરીકે કામ કરી રહી હતી ત્યારે તેને આવાં પ્રાણીઓ માટે કંઈક કરવાની ઇચ્છા થઈ હતી. તેણે આ ઍનિમલ શેલ્ટરના કો-ઑર્ડિનેટર સાથે મળીને આવાં પ્રાણીઓ માટે નવું ઘર શોધવાનું કામ શરૂ કર્યું હતું. તેણે પોતાના પીત્ઝા બિઝનેસનો આ કામમાં ઉપયોગ કરવાનું વિચાર્યું. તેના આવા અભિયાન બાદ અત્યાર સુધીમાં ૧૨ જેટલા ડૉગને નવું ઘર મળ્યું છે. જ્યાં સુધી ઍનિમલ શેલ્ટરનાં તમામ પ્રાણીઓને ઘર ન મળે ત્યાં સુધી તેણે પોતાનું અભિયાન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. લોકોએ તેના આ વિચારની ઘણી પ્રશંસા કરી છે.

new york united states of america offbeat news international news world news