23 May, 2024 03:58 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાનો ધ્વજ (ફાઇલ તસવીર)
વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમ માટે શ્રેષ્ઠ ૧૦ દેશો ગણાવ્યા છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ પહેલા ક્રમે છે. ટૉપ ટેન દેશોમાં સ્પેન, જપાન, ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, જર્મની, યુનાઇટેડ કિંગડમ, ચીન, ઇટલી અને સ્વિટ્ઝરલૅન્ડનો સમાવેશ છે. વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમે જણાવ્યું હતું કે પૅન્ડેમિક પછી લોકો વધુ ટ્રાવેલ કરી રહ્યા છે જેથી ૨૦૨૪માં પ્રવાસીઓની સંખ્યા પૅન્ડેમિક પહેલાંના લેવલ સુધી પહોંચી જાય એવી શક્યતા છે. ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમ સેક્ટરને પાછું ધમધમતું થવામાં મૅક્રોઇકૉનૉમિક, જિયોપૉલિટિકલ અને પર્યાવરણીય પરિબળો જેવા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રૅન્કિંગ્સમાં ભારત ૨૦૧૯ બાદ ૧૦ સ્થાન સરકીને ૩૯મા ક્રમે આવી ગયું હતું.