પૃથ્વી પરના તમામ ૧૯૩ દેશો ફરી આવી છે અમેરિકાની આ પ્રાઇમરી ટીચર

03 June, 2024 04:15 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લ્યુસીએ ગયા વર્ષે મે મહિનામાં સિરિયાની મુલાકાત લઈને પોતાની જર્ની પૂરી હતી.

લ્યુસી

પૃથ્વી પરના દરેક દેશની મુલાકાત લેવી એ ઘણા લોકોનું સપનું હોય છે. જોકે અમેરિકાના કૅલિફૉર્નિયાની એક મહિલાનું આ સપનું ખરેખર પૂરું થયું છે. લ્યુસી સુ સૅન જોસની એક સ્કૂલમાં પ્રાઇમરી ટીચર છે જેણે સંયુક્ત રાષ્ટ્રના તમામ ૧૯૩ સભ્ય દેશોની સત્તાવાર મુલાકાત લીધી છે. લ્યુસીએ ગયા વર્ષે મે મહિનામાં સિરિયાની મુલાકાત લઈને પોતાની જર્ની પૂરી હતી. લ્યુસીએ કહ્યું કે તે લાંબા સમયથી સિરિયામાં અમેરિકનોને પ્રવેશ મળે એની રાહ જોતી હતી. અંતે તે સિરિયાની મુલાકાત લેવામાં સફળ થઈ હતી. જોકે એના થોડા મહિના પછી જ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટે સિરિયામાં ટ્રાવેલ ન કરવાનો આદેશ આપ્યો હતો.

રસપ્રદ વાત એ છે કે લ્યુસીએ માસ્ટર્સ ડિગ્રી પહેલાં જ પાસપોર્ટ મેળવ્યો હતો અને યુરોપથી પોતાની વિશ્વયાત્રા શરૂ કરી હતી. તેણે દર ઉનાળાની સીઝનમાં ટ્રાવેલ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. સમય જતાં તેણે ઓછા બજેટમાં પ્રવાસ કરવાનું નક્કી કર્યું અને પાંચ-છ વર્ષમાં તો તેણે ૬૦-૭૦ દેશોની યાત્રા કરી લીધી હતી. ત્યાર બાદ લ્યુસીએ વૉલન્ટિયર પ્રોગ્રામ, ઇન્ટરનૅશનલ ટ્રાવેલ નેટવર્ક અને સેન્ચ્યુરી ક્લબ સાથે જોડાઈને બાકીના દેશોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેણે અફઘાનિસ્તાન, ઈરાન, નૉર્થ કોરિયા જેવા દેશોની પણ સુરક્ષિત રીતે મુલાકાત લીધી હતી.

travel travelogue travel news united states of america tour de france offbeat news international news