૧૮ વર્ષ સુધી પાડોશીનું વીજળીનું બિલ ભરતા હતા ને ખબર જ ન પડી

24 September, 2024 10:07 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સૌથી સારી વાત એ છે કે હવે વીજકંપની પોતે પોતાની એ ભૂલ સુધારીને વિલ્સનને એનું કમ્પન્સેશન કઈ રીતે આપવું એ વિચારી રહી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડજર્ની

અમેરિકાના કૅલિફૉર્નિયાના એક શહેરમાં રહેતા કેન વિલ્સનને હંમેશાં એવું લાગતું કે તેમના ઘરમાં જેટલી ઇલેક્ટ્રિસિટી વપરાય છે એના પ્રમાણમાં બિલ વધુ આવે છે. શરૂઆતમાં આ વાત તેમણે ઇગ્નૉર કરી, પણ પછીથી તેમણે ઓછું બિલ આવે એ માટે ઇલેક્ટ્રિકલ ઉપકરણો વાપરવામાં કાપ મૂકવાનું શરૂ કર્યું. ખાસ્સા પ્રયોગ પછી પણ બિલ ટસનું મસ થયું નહીં ત્યારે તેમણે વીજળી પ્રોવાઇડ કરતી કંપનીમાં અરજી કરી. કંપનીવાળા તપાસ કરવા આવ્યા ત્યારે શરૂઆતમાં તો ખબર જ ન પડી કે તેમનું બિલ આટલું કેમ આવે છે? જોકે છેક છેલ્લે ખબર પડી કે તેમના ઘરે જે બિલ આવે છે એ બિલ બાજુવાળાના વીજળીના મીટર નંબરનું હોય છે. ક્યારથી આવું થયું છે એની તપાસ કરતાં ખબર પડી કે ૨૦૦૯થી આ ભૂલ થતી આવી છે. સૌથી સારી વાત એ છે કે હવે વીજકંપની પોતે પોતાની એ ભૂલ સુધારીને વિલ્સનને એનું કમ્પન્સેશન કઈ રીતે આપવું એ વિચારી રહી છે.

offbeat news international news united states of america washington world news