૯૮ લાખ ખર્ચીને બનો બાર્બી જેવાં

17 July, 2023 08:13 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સર્જન ડૉ. સ્કૉટ બ્લાયરે કહ્યું હતું કે કેટલાક લોકો માત્ર સ્તન કે નિતંબ અને ચહેરામાં ફેરબદલ પણ કરાવે છે

સર્જન ડૉ. સ્કૉટ બ્લાયર

આવતા શુક્રવારે બાર્બી મૂવી રિલીઝ થઈ રહી છે. અનેક લોકો બાર્બી ડૉલ  જેવા સુંદર દેખાવા માગતા હોય છે ત્યારે અમેરિકાના લૉન્ગ આઇલૅન્ડના એક પ્લાસ્ટિક સર્જ્યને ૧,૨૦,૦૦૦ ડૉલર અંદાજે ૯૮ લાખ રૂપિયામાં પોતાની પેશન્ટને સર્જરીઓ દ્વારા બાર્બી જેવી દેખાતી કરવાની ઑફર આપી છે જેમાં શરીરની ત્રણ શસ્ત્રક્રિયા, ચહેરાની સર્જરી, ગુલાબી નખ અને દાંતને સફેદ કરવા ઉપરાંત ક્લાસિક બાર્બી હેરનો સમાવેશ થાય છે. સર્જન ડૉ. સ્કૉટ બ્લાયરે કહ્યું હતું કે કેટલાક લોકો માત્ર સ્તન કે નિતંબ અને ચહેરામાં ફેરબદલ પણ કરાવે છે. 

united states of america offbeat news international news