અમેરિકન કંપની વેચે છે પરંપરાગત ભારતીય ખાટલો ૧,૧૨,૨૧૩ રૂપિયામાં

12 May, 2023 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઈ-કૉમર્સ કંપનીઓ પર આમ પણ ભાવ વધારીને વસ્તુ વેચાવા મુકાતી હોય છે.

અમેરિકન કંપની વેચે છે પરંપરાગત ભારતીય ખાટલો ૧,૧૨,૨૧૩ રૂપિયામાં

આપણે ભારતીયો જે પરંપરાગત વસ્તુઓ વિસારે પાડી ચૂક્યા છીએ એનો અમેરિકનો હોંશે-હોંશે ઉપયોગ કરે છે. આપણા ગામમાં હજી આજે પણ લાકડાની ફ્રેમ પર કાથી ભરેલા ખાટલા જોવા મળે છે. જોકે શહેરમાં એનું ચલણ લુપ્ત થઈ ગયું છે. એક અમેરિકન ઈ-કૉમર્સ કંપનીની વેબસાઇટ પર ભારતની પરંપરાગત ચારપાઈ એક લાખ રૂપિયા કરતાં વધુ કિંમતે વેચાવા મુકાઈ છે. 
ઈ-કૉમર્સ કંપનીઓ પર આમ પણ ભાવ વધારીને વસ્તુ વેચાવા મુકાતી હોય છે. કચરાની બૅગના એક લાખ રૂપિયાથી વધુ કિંમત છે, જ્યારે ફોલ્ડિંગ ચૅરબૅગની કિંમત ૬૬,૦૦૦ રૂપિયા છે. જોકે આજની તારીખે આપણી જૂની અને જાણીતી ‘દેશી ચારપાઈ’ની બોલબાલા છે, જેની કિંમત આ ઈ-કૉમર્સ કંપની પર ૧,૧૨,૨૧૩ રૂપિયા બોલાય છે.

વિન્ટેજ આઇટમ્સ અને ક્રાફ્ટ સપ્લાયને વેચવામાં નિપુણ મનાતી અમેરિકન ઈ-કોમર્સ કંપની એટીસી ઇન્ક.એ પંજાબી માંજીને એના લિસ્ટમાં ઉમેરી છે, જે વાસ્તવમાં સુશોભન કરાયેલો પરંપરાગત ભારતીય ખાટલો છે. ઈ-કૉમર્સ કંપની દ્વારા ઉત્પાદનનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં એ હાથબનાવટનો હોવા ઉપરાંત ભારતમાં નાના પાયે ચાલતા વ્યવસાયનું લાકડાં અને કાથીની દોરડીમાંથી તૈયાર કરાયું હોવાનું જણાવાયું છે.

offbeat news international news united states of america washington