સોલર-પાવરથી ચાલતી આ કારને ક્યારેય ચાર્જ કરવાની જરૂર નથી પડતી

02 February, 2023 11:16 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ફ્યુચરિસ્ટિક થ્રી-વ્હીલરની બૉડી પર જ સોલાર પૅનલ્સ ગોઠવવામાં આવી છે

સોલર-પાવરથી ચાલતી કાર

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થવાને કારણે અનેક લોકોનું ઇલેક્ટ્રિક કાર પર ફોકસ રહ્યું છે, પણ આ ઇલેક્ટ્રિક કારને વારંવાર રીચાર્જ કરવાની સમસ્યાને કારણે અનેક લોકો ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું ટાળે છે. જોકે હવે આ પ્રૉબ્લેમ ભૂતકાળ બની જશે. સૂર્યમાંથી પાવર મેળવીને ચાલતી આ કારની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકન કંપની ઍપટેરા મોટર્સની સોલર પાવરથી ચાલતી ઍપટેરા ‘લૉન્ચ વેહિકલ’ કારને ચાર્જ કર્યા વિના રોજ અનેક કિલોમીટર સુધી દોડાવી શકાય છે. આ કારની કિંમત ૩૩,૨૦૦ ડૉલર (૨૭.૧૩ લાખ રૂપિયા) છે. આ વર્ષના અંતે આ કારનું વેચાણ શરૂ થશે.

આ ફ્યુચરિસ્ટિક થ્રી-વ્હીલરની બૉડી પર જ સોલાર પૅનલ્સ ગોઠવવામાં આવી છે, જેનાથી આ કાર ચાલતી હોય ત્યારે પણ ચાર્જ થઈ જાય છે. આ કંપની દાવો કરે છે કે ભારત જેવા ભરપૂર સૂર્યપ્રકાશ ધરાવતાં સ્થળોએ આ કારને કદાચ ક્યારેય ચાર્જ કરવાની જરૂર નહીં પડે.

offbeat news washington international news automobiles united states of america