24 November, 2024 05:48 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ટીચર મેલિસા કર્ટિસ
અમેરિકાના લેકલૅન્ડ્સ પાર્ક મિડલ સ્કૂલની ટીચર મેલિસા કર્ટિસે સ્કૂલના સગીર વિદ્યાર્થીઓ સાથે શરીર-સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, તેણે ૧૪ વર્ષના એક વિદ્યાર્થી સાથે વીસથી વધુ વાર શરીર-સંબંધ બાંધ્યો હતો. આ ગુના પુરવાર થઈ જતાં ૩૨ વર્ષની કર્ટિસને ત્યાંની અદાલતે ૩૦ વર્ષની જેલની સજા કરી છે. કર્ટિસ બે વર્ષ સુધી લેકલૅન્ડ્સ પાર્ક મિડલ સ્કૂલમાં ભણાવતી હતી. સાથે-સાથે આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ્સ પણ કરતી હતી. એમાં આવતા વિદ્યાર્થીઓ સાથે કર્ટિસ શરીર-સંબંધ બાંધતી હતી. તેણે ૨૦૧૫માં જાન્યુઆરીથી મે મહિનામાં આ કૃત્ય કર્યું હતું. આઠમા ધોરણના વિદ્યાર્થીને દારૂ અને ડ્રગ્સ આપીને વીસથી વધુ વાર તેણે શરીર-સંબંધ બાંધ્યો હતો. એ પછી કર્ટિસ ૨૦૨૩ની ૭ નવેમ્બરે પોલીસને શરણે આવી હતી. પોલીસે ઑક્ટોબર ૨૦૨૩માં તપાસ શરૂ કરી હતી. કોર્ટે ૩૦ વર્ષની સજા સંભળાવી છે, એમાંથી બાર મહિના સિવાયની બાકીની સજા સસ્પેન્ડ કરાઈ છે. તેણે પાંચ વર્ષ સુધી ઑબ્ઝર્વેશનમાં રહેવું પડશે. છૂટ્યા પછી પણ પચીસ વર્ષ સુધી પોતાનાં સંતાનો સિવાયના સગીરો સાથે દેખરેખ સિવાય સંપર્ક નહીં રાખી શકે.