09 January, 2025 10:54 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉત્તર પ્રદેશમાં હરદોઈ જિલ્લામાં ૩૬ વર્ષની રાજેશ્વરી છ બાળકો અને પતિને છોડીને એક ભિખારી સાથે નાસી ગઈ હોવાના અહેવાલ બાદ આ મહિલા ખુદ પોલીસ-સ્ટેશનમાં પહોંચી હતી અને જણાવ્યું હતું કે હું કોઈ ભિખારી સાથે ભાગી નહોતી, મારા પતિના ત્રાસથી ઘરેથી બીજા શહેરમાં ગઈ હતી.
રાજેશ્વરીના પતિ રાજુએ હરપાલપુર પોલીસ-સ્ટેશનમાં નન્હે પંડિત નામના ભિખારી સામે ફરિયાદ કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ ભિખારી તેની પત્નીને ભગાવી ગયો છે. નન્હે પંડિત સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.
જોકે હવે આ કેસમાં પોલીસે કહ્યું હતું કે આ આરોપ પાયાવિહોણો અને ખોટો છે, હવે અમે આ કેસમાં વધુ પગલાં લઈ રહ્યાં છીએ.
રાજેશ્વરીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ તેને વારંવાર પ્રતાડિત કરતો હતો અને મારતો હતો એટલે તેના ત્રાસથી કંટાળીને તે ફરુખાબાદમાં આવેલા તેમના સગાના ઘરે જતી રહી હતી.