સોશ્યલ મીડિયા સ્ટાર છે આ મન્કી રાની, રોટલી વણે અને વાસણ પણ ઘસે

31 December, 2024 03:05 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

અશોક નામના વ્યક્તિના ઘરે છેલ્લાં આઠ વર્ષથી રહે છે અને ઘરના કામમાં મદદ કરે છે. એના વિડિયો યુટ્યુબ પર અપલોડ કરીને અશોકને આશરે પાંચ લાખ રૂપિયાની આવક થઈ છે, જેથી તેની આર્થિક સ્થિતિ પણ સુધરી છે.

મન્કી રાની

ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના એક ગામમાં રહેતી મન્કી રાની સોશ્યલ મીડિયા સ્ટાર છે. એના વીડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. એ અશોક નામના વ્યક્તિના ઘરે છેલ્લાં આઠ વર્ષથી રહે છે અને ઘરના કામમાં મદદ કરે છે. એના વિડિયો યુટ્યુબ પર અપલોડ કરીને અશોકને આશરે પાંચ લાખ રૂપિયાની આવક થઈ છે, જેથી તેની આર્થિક સ્થિતિ પણ સુધરી છે.

રાની ભલે વાનર તરીકે જન્મી છે પણ એનું વર્તન માનવો જેવું છે. આખા ગામમાં એની ચર્ચા હોય છે અને એ દરેકને મદદ કરવા આતુર રહે છે. મન્કી રાની આઠ વર્ષ પહેલાં અશોકના ઘરે આવી હતી અને ત્યારથી એ તેના પરિવારની સભ્ય બની ગઈ છે. એ રોટલી વણે છે, વાસણ ઘસે છે, મસાલા ખાંડી આપે છે. ઘરમાં મહિલાઓને ઘરકામમાં એ મદદ કરે છે. રાની ભલે અશોકના ઘરે રહે છે પણ એ ગામમાં કોઈના પણ ઘરે જઈ શકે છે. દરેક ઘરે એને આવકાર મળે છે. અશોકનું કહેવું છે કે રાની એની મમ્મીને ખૂબ ગમતી હતી. હવે તેની ભાભી રાનીનું ધ્યાન રાખે છે.

રાણી ગુસ્સે થાય તો એ પોતાને જ બચકાં ભરે છે. આથી લોકો સમજી જાય છે કે એ રોષમાં છે અને તેથી લોકો એને શાંત પાડવાની કોશિશ કરે છે.

uttar pradesh national news news viral videos instagram youtube social media offbeat news