29 March, 2025 12:36 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં
છેલ્લા થોડા દિવસથી ઉત્તર પ્રદેશના સંતકબીર જિલ્લાના ૩૩ વર્ષના બબલુ ભોરી નામના પતિએ તેની પત્ની રાધિકાનાં પ્રેમી વિશાલ સાથે ખુશી-ખુશી લગ્ન કરાવી આપ્યાં એનો કિસ્સો ચર્ચામાં છે. બે સંતાનોની જવાબદારી પણ પોતે ઉઠાવી લેશે એવી ધરપત આપીને પત્નીને તેના પ્રેમી સાથે મિલાવી આપવાના બબલુના આ કામની લોકો સરાહના કરી રહ્યા છે ત્યારે બબલુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મેં કેટલીયે વાર રાધિકાને વિશાલને મળવાની મનાઈ કરી હતી, પણ તે માનતી નહોતી. જોકે આખરે મેં તેમનાં લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો. આમેય આજકાલ પત્ની પતિની હત્યા કરી નાખે એવા કિસ્સા બહુ જોવા મળે છે.’
મેરઠની મુસ્કાનની જેમ રાધિકા પણ કોઈ આડુંઅવળું પગલું ન ભરે એ ડરે બબલુએ તેમના રસ્તામાંથી ખસી જવાનું પસંદ કર્યું હતું.