08 November, 2024 11:41 AM IST | Amroha | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
લોકો પોતાનો, પ્રિય વ્યક્તિનો, સ્વજનોનો, સંતાનોનો જન્મદિવસ ઊજવે પણ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં સુનગઢ માફી ગામના ઇસરાર નામના યુવકે પોતાના વહાલા પાડાનો જન્મદિન ઊજવ્યો હતો. ‘શેરા’ નામના પાડાના જન્મદિવસે ઇસરારે મિત્રો અને સ્વજનોને આમંત્રણ આપ્યું હતું. એ પછી તેણે કેક કાપીને બધાને વહેંચી હતી. કેક કાપતી વખતે બધાએ ‘હૅપી બર્થ-ડે શેરા’ ગાયું હતું અને ડીજે બોલાવીને સૌએ ડાન્સ પણ કર્યો હતો. એ પછી બધાને જમાડ્યા હતા. ઇસરાર આમ તો મજૂરી કરે છે, પણ તેણે રેસમાં ભાગ લેવા માટે શેરાને તૈયાર કર્યો છે.