13 May, 2024 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વારાણસીમાં ગંગા કાંઠેના દશાશ્વમેઘ ઘાટ પર રવિવારે સાંજનું દૃશ્ય રોમાંચિત કરી દે એવું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વારાણસીમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી હતી ત્યારે સાંજની ગંગા આરતીમાં હજારોની સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આરતીમાં જોડાયા હતા. હજારો લોકોએ એકસાથે ‘ઓમ જય ગંગા માતા’ અને ‘ઓમ નમ: શિવાય’નો નાદ કર્યો ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.