રાજસ્થાનમાં ૨૦૦ વર્ષથી મૂક રામલીલા ભજવાય છે

08 October, 2024 04:58 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

આપણા દેશમાં નવરાત્રિમાં રામલીલા ભજવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના બિસાઉમાં પણ ૨૦૦ વર્ષથી રામલીલા ભજવાય છે

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના બિસાઉમાં પણ ૨૦૦ વર્ષથી રામલીલા ભજવાય છે

આપણા દેશમાં નવરાત્રિમાં રામલીલા ભજવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના બિસાઉમાં પણ ૨૦૦ વર્ષથી રામલીલા ભજવાય છે, પણ આ રામલીલાની વિશેષતા એ છે કે એ મૂક રીતે ભજવાય છે. એમાં કોઈ ડાયલૉગ નથી હોતા. મૂક રામલીલાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. ૨૦૦ વર્ષ પહેલાં જમના નામનાં એક સાધ્વીએ રામલીલા ભજવવાનું શરૂ કર્યું હતું. ગામનાં બાળકોને ભેગાં કરીને મંચન શરૂ કર્યું હતું અને એ માટે ભગવાન રામ, લક્ષ્મણજી, સીતામાતા, હનુમાનજી અને રાવણ સહિતનાં પાત્રોનાં મહોરાં તેમણે જ બનાવ્યાં હતાં, પણ મહોરાં પહેરીને છોકરાઓને ડાયલૉગ બોલવાનું ફાવતું નહોતું એટલે ઇશારાથી અભિનય કરવા માંડ્યાં અને ત્યારથી આજ સુધી આ રામલીલા માત્ર ઇશારાથી જ ભજવાય છે. આ રામલીલા નવરાત્રિથી શરદ પૂનમ સુધી એમ ૧૫ દિવસ સુધી ચાલે છે. 

rajasthan ram leela navratri festivals national news offbeat news