30 March, 2023 11:18 AM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
આ તસવીરમાં જોવા મળતો પુરુષ આ સ્પર્ધામાં મેકઅપ માટે પહેલું ઇનામ જીત્યો છે.’
કેરલાના કોલ્લમ જિલ્લાના એક યુનિક ફેસ્ટિવલની અત્યારે સોશ્યલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. આ ફેસ્ટિવલમાં પુરુષો મહિલાઓની જેમ સાડી, જ્વેલરી પહેરે છે અને મેકઅપ કરે છે અને પછી વિધિમાં ભાગ લે છે. ઇન્ડિયન રેલવે ઑફિસર અનંત રૂપનગુડીએ ટ્વિટર પર ચામાયાવિલાક્કુ ફેસ્ટિવલ દરમ્યાન મહિલા તરીકે ડ્રેસિંગ કરનાર એક પુરુષનો ફોટોગ્રાફ શૅર કર્યો હતો. એને જોઈને નેટિઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. રૂપનગુડીએ આ ફોટોગ્રાફ સાથે લખ્યું હતું કે ‘કેરલાના કોલ્લમ જિલ્લામાં કોટ્ટમકુલકારામાં દેવી મંદિરમાં ચામાયાવિલાક્કુ ફેસ્ટિવલ નામની એક પરંપરા છે. આ ફેસ્ટિવલની પુરુષો દ્વારા ઉજવણી કરવામાં આવે છે જેમાં તેઓ મહિલાઓ જેવું ડ્રેસિંગ કરે છે. આ તસવીરમાં જોવા મળતો પુરુષ આ સ્પર્ધામાં મેકઅપ માટે પહેલું ઇનામ જીત્યો છે.’
કેરલા ટુરિઝમની વેબસાઇટ અનુસાર મલયાલમ મહિના મીનમની ૧૦ અને ૧૧મી તારીખે એટલે કે માર્ચના બીજા પખવાડિયામાં આ ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરવામાં આવે છે.