હાથ પર મસો થયો તો ટૅટૂથી શિવલિંગ બનાવી દીધું

26 November, 2024 03:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શરીરમાં કોઈ પણ જગ્યાએ મસો થવો એ સામાન્ય વાત છે. મસો ભલે ઓળખની નિશાની તરીકે ગણાતો હોય, પણ મોટે ભાગે કોઈને એ ગમતો નથી

મસા પર અને એની ગોળ ફરતે ટૅટૂ કરાવીને એને શિવલિંગનો આકાર આપી દીધો

શરીરમાં કોઈ પણ જગ્યાએ મસો થવો એ સામાન્ય વાત છે. મસો ભલે ઓળખની નિશાની તરીકે ગણાતો હોય, પણ મોટે ભાગે કોઈને એ ગમતો નથી. આજકાલ લોકો મસાનાં ઑપરેશન પણ કરાવતા હોય છે, પણ એક યુવાને મસાને પણ ટૅટૂ બનાવડાવીને ડેકોરેટ કર્યો છે. યુવાનના જમણા હાથમાં અંગૂઠા પર એક મસો હતો એટલે તેણે મસા પર અને એની ગોળ ફરતે ટૅટૂ કરાવીને એને શિવલિંગનો આકાર આપી દીધો. ઉપર ‘શિવ’ પણ ત્રોફાવ્યું છે. સોશ્યલ મીડિયા પર ‘પહેલાં’ અને ‘પછી’ના ફોટો જોઈ સૌકોઈ નવાઈ પામે છે.

national news news social media viral videos offbeat news