29 January, 2023 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રાઝિલના દરિયાકિનારે છવાઈ ગઈ છત્રીઓ
બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં લેબ્લોન બીચના કિનારે શુક્રવારે ખૂબ જ મોટી સંખ્યામાં છત્રીઓ જોવા મળી હતી. બ્રાઝિલમાં વર્ષના પ્રથમ મહિનામાં ઉનાળો ઉત્કૃષ્ટ તાપમાન સુધી પહોંચે એવી વકી છે. ગરમીમાં લોકો બીચ પર ઊમટી પડ્યા છે. સપ્તાહના અંતે તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું અને આગામી અઠવાડિયા માટે હવામાન ખાતાએ ગરમીની આગાહી કરી છે.