આ મહિલાએ ઊંઘમાં જ ૩.૨ લાખ રૂપિયાનું ઑનલાઇન શૉપિંગ કરી નાખ્યું

07 June, 2024 02:06 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૦૦૬માં તેનો પહેલો દીકરો જન્મ્યો ત્યારથી તેને ઊંઘમાં ચાલવાની બીમારી હતી

૪૨ વર્ષની કેલી નાઇપ્સને ઊંઘને લગતી બહુ રૅર બીમારી છે

ઘણાને ઊંઘમાં ચાલવાની કે બબડવાની આદત હોય છે, પણ ઇંગ્લૅન્ડની એક મહિલાને તો ઊંઘમાં શૉપિંગ કરવાની આદત પડી ગઈ છે. આ આદત તેને માટે ખર્ચાળ સાબિત થઈ રહી છે. ૪૨ વર્ષની કેલી નાઇપ્સને ઊંઘને લગતી બહુ રૅર બીમારી છે જેને કારણે તે લેટ-નાઇટ શૉપિંગ કરવા માંડે છે. આ સ્લીપિંગ ડિસઑર્ડરને કારણે તેણે તાજેતરમાં સૂતાં-સૂતાં ૩.૨ લાખ રૂપિયાની ખરીદી કરી નાખી હતી. કેલીને ઊંઘ સંબંધિત બીમારી ઘણાં વર્ષોથી છે. ૨૦૦૬માં તેનો પહેલો દીકરો જન્મ્યો ત્યારથી તેને ઊંઘમાં ચાલવાની બીમારી હતી. એક સમય એવો આવ્યો જ્યારે તે ઊંઘમાં ચાલવાને બદલે લાખો રૂપિયાની શૉપિંગ કરવા માંડી હતી.

૨૦૧૦માં એક સવારે કેલી ઊઠી ત્યારે તેણે જોયું કે કોઈક તેના ઘરે ફુલ સાઇઝ પ્લાસ્ટિક બાસ્કેટબૉલ કોર્ટ ડિલિવર કરી ગયું હતું. એ ઉપરાંત તે ઊંઘમાં પેઇન્ટ, બુક્સ, સૉલ્ટ ઍન્ડ પેપર બૉટલ, ફ્રિજ, ટેબલનું શૉપિંગ પણ કરી ચૂકી હતી. શૉપિંગની આ આદતને લીધે તેની સાથે છેતરપિંડી પણ થઈ ચૂકી છે. ઍક્ચ્યુઅલી ૨૦૧૮માં કેલીને પૅરાસોમ્નિઆનું નિદાન થયું હતું જેમાં વ્યક્તિ ઊંઘમાં વિચિત્ર અને અનિચ્છનીય વર્તણૂક કરવા માંડે છે. કેલી બને ત્યાં સુધી સ્લીપિંગ પિલ્સ પણ નથી લઈ શકતી, કેમ કે તેણે બાળકો માટે રાતે ઊઠવું પડે છે.

offbeat news england london international news