વધારાની બૅગેજ-ફી ચૂકવવી ન પડે એ માટે સામાન પેટ પર ભરીને પ્રેગ્નન્ટ બની ગઈ

29 March, 2025 12:11 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

કેટલીક ઍરલાઇન્સના એક્સ્ટ્રા બૅગેજની ફી ખૂબ જ વધુપડતી હોય છે અને એ ઘણી વાર ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ કરતી હોય છે.

વીસ વર્ષની ગ્રેસ હેલ

ક્યારેક વિદેશ ટ્રાવેલ દરમ્યાન સામાનનું વજન વધી જાય તો વધારાનાં કપડાંનાં લેયર પર લેયર ચડાવી લેતા અતરંગી લોકો વિશે તો ઘણી વાર સાંભળ્યું હશે, પણ ઇંગ્લૅન્ડથી સ્કૉટલૅન્ડ જતી એક ફ્લાઇટમાં વીસ વર્ષની ગ્રેસ હેલ નામની કન્યાએ હદ કરી નાખી. વધારાના બૅગેજ પર ઍરલાઇનની ફી ચૂકવવી ન પડે એ માટે તેણે ટેમ્પરરી ધોરણે પ્રેગ્નન્ટ થવાનો જુગાડ અપનાવી લીધો. કેટલીક ઍરલાઇન્સના એક્સ્ટ્રા બૅગેજની ફી ખૂબ જ વધુપડતી હોય છે અને એ ઘણી વાર ઘાટ કરતાં ઘડામણ મોંઘું જેવો ઘાટ કરતી હોય છે. ગ્રેસ હેલને ઇંગ્લૅન્ડમાં શૉપિંગ દરમ્યાન કેટલીક સારી મેકઅપ કિટ સસ્તામાં મળી ગયેલી અને એ છેલ્લી ઘડીએ તેણે ખરીદેલી. બાકીનો સામાન વજન મુજબ પૅક થઈ ચૂક્યો હતો અને હવે જો વધારાનું વજન થાય તો મોટી ફી ચૂકવવી પડે એમ હતી એટલે તેણે લાંબો વિન્ટર કોટ પહેરી લીધો અને એની અંદર સામાનનું ફીંડલું વાળીને બેબી બમ્પ હોય એ રીતે ગોઠવી દીધું. ઍરપૉર્ટ પહોંચતાં પહેલાં જ તેણે ઇન્ટરનેટ પર પોતાનો ફોટો પાડીને તેનું પેટ જે સાઇઝનું ફૂલ્યું છે એ જોતાં એ કેટલા મહિનાની પ્રેગ્નન્સી છે એ પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને પૂછી લીધું. એના જવાબ મુજબ ૨૬ વીકની પ્રેગ્નન્સી સાથે તેણે ચેક-ઇન કરી લીધું અને વધારાની ફી પણ અવૉઇડ કરી લીધી. 

england international news news world news social media offbeat news travel