આત્માઓ સાથે વાત કરી શકતી હોવાનો મહિલાનો દાવો, ​સેલિબ્રિટીઓ પણ લે છે મદદ

04 May, 2023 01:19 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

૨૫ વર્ષની ક્લો સ્મિથ ૧૪ મહિના પહેલાં પોતાની દાદીના અંતિમ સંસ્કારમાં ગઈ હતી ત્યારે તેણે પહેલી વખત એવો દાવો કર્યો કે તેને આત્મા દેખાય છે.

ક્લો સ્મિથ

યુકેમાં રહેતી ત્રણ બાળકોની મમ્મી એવો દાવો કરે છે કે તે પોતાનાં મરણ પામેલાં સગાંવહાલાંઓ અને દેવદૂત સાથે વાતો કરી શકે છે. તેની આ ક્ષમતાનો લાભ લેવા માટે ઘણાબધા લોકો તેની પાસે જાય છે, જેમાં ટીવી સ્ટાર અને જાણીતા સિંગરનો પણ સમાવેશ થાય છે. ૨૫ વર્ષની ક્લો સ્મિથ ૧૪ મહિના પહેલાં પોતાની દાદીના અંતિમ સંસ્કારમાં ગઈ હતી ત્યારે તેણે પહેલી વખત એવો દાવો કર્યો કે તેને આત્મા દેખાય છે. ત્યાર બાદ ઘણા લોકો તેની આ ક્ષમતાનો લાભ લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. ક્લો સ્મિથ કહે છે ‘મારા માટે બધા જ લોકો સરખા છે. બધા જ કંઈ ને કંઈ વાત પર દુખી છે. હું તેમના દુઃખને હળવું કરવામાં મદદ કરું છું.’ ક્લો સ્મિથના સોશ્યલ મીડિયામાં ૧૫૭,૦૦૦ કરતાં વધુ ફૉલોઅર્સ છે. તેણે એવો દાવો કર્યો કે તે જ્યાં જાય છે ત્યાં તેને આત્મા દેખાય છે. આત્મા સાથે વાત કરવાના ચાર્જ પેટે તે ક્લાયન્ટ પાસે ૩૫ પાઉન્ડ અંદાજે ૩૬૦૦ રૂપિયા લે છે. આ કામ માટે તેને માત્ર એક ફોટો જોઈએ છે. ક્લો સ્મિથે કહ્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં મારાં દાદી અવસાન પામ્યાં હતાં. પહેલી વખત હું તેમના અંતિમ સંસ્કારમાં ગઈ હતી. ત્યાં મેં મારી દાદીને ઊભેલી જાઈ. ત્યાર બાદ મને ઘરે દેવદૂત પણ દેખાયા. આ એક સકારાત્મક લાગણી હતી. મને ​ચિંતા કે ડર લાગતો નહોતો.’ સ્મિથે એવો પણ દાવો કર્યો કે આવનાર સંતાન દીકરો હશે કે દીકરી એની આગાહી પણ તે કરી શકે છે. એમાં તેની સફળતાનો દર ૯૯ ટકા છે.

offbeat news international news london