02 July, 2023 09:40 AM IST | London | Gujarati Mid-day Correspondent
મોસ ગ્રીન
લગભગ તમામ લોકોએ મત્સ્યકન્યા કે જળપરીની વાતો સાંભળી હશે. જોકે એક મહિલા તો ઇંગ્લિશ ટીચર તરીકે તેની કરીઅર છોડીને ઇટલીમાં ફુલ ટાઇમ પ્રોફેશનલ જળપરી બની છે.
૩૩ વર્ષની મોસ ગ્રીન મૂળ યુકેની છે, પરંતુ ઇંગ્લિશ ટીચર તરીકે કામ કરવા માટે ૨૦૧૬માં ઇટલીમાં શિફ્ટ થઈ હતી. એક લોકલ બીચ પર દરિયામાંથી એક વ્યક્તિને ‘મૅજિકલ જળપરી’ના ડ્રેસિંગમાં બહાર આવતી જોઈને તેને તેની કરીઅર બદલવાનો વિચાર આવ્યો હતો. તે જળપરી જેવો ડ્રેસ પહેરીને સ્વિમિંગની પ્રૅક્ટિસ કરવા માંડી એનાં બે વર્ષ પછી તેને ઇટલીના લૅમ્પેડુસામાં આ કામ માટે જ જૉબ મળી ગઈ. તે હવે દરરોજ લગભગ ૧૨ કલાક કામ કરે છે, બોટ ટ્રિપ્સનું આયોજન કરે છે અને લોકોને ‘જળપરી’ની જેમ તરતાં શીખવે છે.