27 November, 2023 07:55 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
આ લગ્ન ૨૪ નવેમ્બરના મૉડિફાઇડ જેટ ૭૪૭ ઍરક્રાફ્ટ પર યોજાયાં હતાં
ડેસ્ટિનેશન વેડિંગ તો તમે સાંભળ્યાં હશે જ્યાં ગણતરીના મહેમાન સાથે ભવ્ય પૅલેસ કે વિલામાં લગ્નનું આયોજન કરવામાં આવે છે, પણ એક ભારતીય જે હાલ યુનાઇટેડ અરબમાં ઉદ્યોગ ચલાવે છે, તેણે પોતાની દીકરી માટે ખૂબ જ અનોખા અંદાજમાં લગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્ન કોઈ ખ્યાતનામ સ્થળ નહીં પણ એક પ્રાઇવેટ જેટ પર રાખવામાં આવ્યાં હતાં, જેના કેટલાક વિડિયો સોશ્યલ મીડિયા એક્સ પર શૅર કરવામાં આવ્યા છે.
વિડિયોમાં લોકોનું ટોળું હિન્દી ગીતો પર ડાન્સ કરતું જોવા મળે છે જેમાં નવપરિણીત વર-વધૂ દ્વારા કેટલાક શબ્દો પણ કહેવાયા છે. વિડિયોની શરૂઆત તુને મારી એન્ટ્રી સૉન્ગ પર ડાન્સ કરતા લોકો સાથે થાય છે. બાદમાં વિડિયોમાં લગ્નનું અનોખું સ્થળ બતાવામાં આવ્યું છે. વિડિયોના અંતમાં વર-વધૂ પોતાનાં મા-બાપના આશીર્વાદ મેળવતાં જોવા મળે છે. આ લગ્ન ૨૪ નવેમ્બરના મૉડિફાઇડ જેટ ૭૪૭ ઍરક્રાફ્ટ પર યોજાયાં હતાં જેણે લગ્નપ્રસંગ દરમિયાન દુબઈથી ઓમાનની ૩ કલાકની મુસાફરી પણ કરી હતી. આ દિલીપ પોપ્લે નામના યુએઈ બેઝ્ડ ભારતીય ઉદ્યાગપતિ દ્વારા તેમની દીકરીને ભેટ હતી.