આ બે ગુજરાતી બહેનોની ખોજ દુબઈમાં મળેલી ક્લાઇમેટ ચેન્જ સમિટમાં ઝળકી ઊઠી

06 December, 2023 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લીમડાનાં પાન અને ગૌમૂત્રમાંથી ઑર્ગેનિક ફર્ટિલાઇઝર અને જંતુનાશક દ્રવ્ય બનાવીને સસ્ટેનેબલ ફાર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જમાં મોટો ફાળો આપનારાં ગુજરાતનાં સંગીતાબહેન રાઠોડ અને જસુમતીબહેન પરમારે પોતાની પ્રોડક્ટની રજૂઆત દુબઈમાં...

સંગીતાબહેન રાઠોડ અને જસુમતીબહેન પરમાર

ગુજરાતી સુતરાઉ સાડી પહેરીને દુબઈમાં મળેલી યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ સમિટ COP28માં ગુજરાતનાં સંગીતાબહેન રાઠોડ અને જસુમતીબહેન પરમાર પોતાનું આગવું ઇનોવેશન રજૂ કરીને ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે ઉદાહરણરૂપ બન્યાં છે. તેમણે પ્રૅક્ટિકલ સોલ્યુશન મળે અને કોઈ પણ ખેડૂતને આસાનીથી મળી જાય એવી ટ્રેડિશનલ વિઝડમનો ઉપયોગ કરીને ઑર્ગેનિક ફર્ટિલાઇઝર-કમ-ઇન્સેક્ટિસાઇડ રજૂ કર્યું છે. સંગીતાબહેનનું કહેવું છે કે તેમણે પોતાના જ ખેતરમાં કરેલા પ્રયત્નમાંથી મેળવેલું આ ડહાપણ છે. ૨૦૧૯માં તેમને ઘઉંના પાકમાં જીવાત પડી જવાને કારણે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. એ પછી તેમણે પેસ્ટ કન્ટ્રોલ અને જંતુનાશક તરીકે તેમના બાપદાદાઓના જમાનાથી ચાલી આવતી ફૉર્મ્યુલા વાપરી હતી. એમાં લીમડાનાં પાન અને ગૌમૂત્રનો ઉપયોગ કર્યો હતો. જસુમતીબહેન અને સંગીતાબહેને પોતાનો આ અનુભવ બીજી મહિલા-ખેડૂતો સાથે શૅર કર્યો અને સેલ્ફ એમ્પ્લૉઈડ વિમેન્સ અસોસિએશન થકી આ સોલ્યુશન કઈ રીતે વાપરી શકાય એ માટે કમ્યુનિટી ટ્રેઇનિંગ શરૂ કરી હતી. 

અત્યાર સુધી ગુજરાતની બહેનો સુધી જ તેમની આ ફૉર્મ્યુલા સીમિત હતી, પણ હવે તેમણે લીમડા-ગૌમૂત્રનો ઉપયોગ કરીને ગ્લોબલી ખેતીક્ષેત્રે ક્રાન્તિ આવે અને વધુ લોકો ઑર્ગેનિક સોલ્યુશન્સ અજમાવતા થાય એ માટે યુનાઇટેડ નેશન્સની દુબઈમાં થયેલી સમિટમાં ભાગ લીધો છે. તેમણે પોતાની આ સૂઝબૂઝ હિલેરી ક્લિન્ટન સાથે પણ શૅર કરી હતી. આ સમિટમાં ૧૯૮ દેશમાંથી લગભગ એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે. 

offbeat videos offbeat news dubai